Site icon Revoi.in

GMDC સ્થિત કન્વેન્શન સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે

Social Share

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સ્થિતિ એટલી વિકટ છે કે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે બેડ પણ ખૂટી પડ્યા છે અને ઑક્સિજનની પણ અછત સર્જાઇ છે. આ સ્થિતિ વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી અમદાવાદ GMDC કન્વેશન સેન્ટરમાં 900 બેડની ઑક્સિજનની સુવિધાવાળી હોસ્પિટલ તાત્કાલિક ઊભી કરવાની કામગીરી યુદ્વના ધોરણે ચાલી રહી છે.

આ હોસ્પિટલમાં 150 બેડનું આઇસીયુ પણ હશે. હોસ્પિટલમાં ફરજ માટે જે સ્ટાફ મૂકાશે તે સોલા સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી ડૉક્ટરો હશે. સરકારે DRDOના સહયોગથી અમદાવાદમાં 900 બેડની સંપૂર્ણ સુવિધા સજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઊભી કરવાની પહેલ કરી છે.

દૈનિક ધોરણે કોરોનાના કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે ત્યારે બેડ ખૂટી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોર્પોરેશન દ્વારા પણ રોજે રોજ નવી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરાઈ રહી છે. તેમ છતાં હજી વધુ બેડની જરૂરિયાતને જોતાં જીએમડીસી ગ્રાઉન્ડમાં આવેલા કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની હોસ્પિટલ ઊભી કરવાના સૂચન બાદ રાજ્ય સરકારે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કન્વેન્શન સેન્ટરને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલી રહી છે. 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઈસીયુ બેડ હશે જ્યાં 150 વેન્ટિલેટરની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરૂર પડે તો 500 બેડ વધારી શકાય તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

(સંકેત)