Site icon Revoi.in

મંગલારંભ-2: અમદાવાદમાં પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાશે

Social Share

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ચિત્રો અને કલ્પચરનું પ્રદર્શન આગામી તા, 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ દરમિયાન હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, આર્ટ ગેલેરી, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, સેપ્ટ, નવરંગપુરા અમદાવાદ ખાતે સાંજે 4થી 6 દરમિયાન યોજાશે.

આપને જણાવી દઇએ કે આ પેન્ટિંગ એક્ઝિબીશન અને કલ્પચરનું ઉદઘાટન જાણીતા આર્ટિસ્ટ વિજય શ્રીમાળીના હસ્તે તા. 10મીએ સાંજે 4 વાગ્યે કરાશે. જેમાં લાઈવડેમો-પ્રોટેટ સોફ્ટ પોસ્ટલ અને ગ્રે પેપર પર કરાશે. આનું આયોજન મુખોટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 45 જેટલા કલાકારોના પેન્ટિંગનું અને કલ્પચરનું પ્રદર્શન યોજાશે.