Site icon Revoi.in

એશિયન ડેવલપમેન્ટ બેંક ગિફ્ટ સિટીમાં સ્થાપી શકે છે ‘ફિનટેક હબ’

Social Share

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હવે તમને ફિનટેક જોવા મળે તો નવાઇ નહીં કારણ કે એશિયન ડેવલપમેન્ટ ગિફ્ટી સિટીમાં ફિનટેક હબ સ્થાપવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહી છે. એજન્સી ગિફ્ટ સિટીમાં ફિનટેક હબ સ્થાપવા કુશળતા વિકાસ, નવી ટેક્નોલોજીસ અને સંસાધન એકત્રીકરણ માટે આશરે રૂ.1,000 કરોડના પ્રારંભિક ભંડોળનો ઉપયોગ કરી શકે છે.

જો કે બીજી તરફ એશિયન ડેવલપમેન્ટ બેન્ક તરફથી હજુ સુધી આ મામલે કોઇ નિવેદન કે ટિપ્પણી કરવામાં આવી નથી.

ઉલ્લેખનિય છે કે, ગત સોમવારે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના બજેટ પ્રવચનમાં ગુજરાતમાં ગિફટ સિટી ખાતે ફિનટેક હબની જાહેરાત કરી હતી. મંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, સરકાર ગિફ્ટ-આઈએફએસસીમાં વર્લ્ડ ક્લાસ ફિન-ટેક હબના વિકાસને ટેકો આપશે.

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે એ જણાવ્યું હતું કે, અમે ઝડપથી વિકસતી ફિનટેક ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વપૂર્ણ ફેસેલિટીના સ્વરૂપમાં પ્રસ્તાવિત ફિટનેક હબને વિકસાવવા માગી રહ્યા છીએ.” ઉભરતી ફિનટેક કંપનીઓને સ્કીલ ડેવલપમેન્ટ, ટેકનોલોજીસ, સંસાધન એકત્રીકરણની બાબત મદદ આપવાની જરૂર છે.”

હાલ ગિફટ સિટીમાં ફિનટેક હબ સ્થાપિત કરવાની બજેટ દરખાસ્તની વિગતોની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે ફિનટેક ખેલાડીઓનું માનવું છે કે દેશની ફિનટેક કંપનીઓના વિકાસ માટે આવા વધુ હબો સ્થાપિત કરવાની જરૂર છે.

(સંકેત)