Site icon Revoi.in

હવે ગુજરાતમાં જ કોરોનાની બીજી દવા બનશે, DRDOની 2-DG દવાનું થશે નિર્માણ

Social Share

અમદાવાદ: ફાર્મા સેક્ટરનું હબ ગણાતા ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. હવે ગુજરાતમાં DRDOની કોરોનાની દવા બનશે. DRDOની 2-DG દવાનું ગુજરાતમાં જ ઉત્પાદન થશે. કોવેક્સિન બાદ હવે ગુજરાતમાં કોરોનાની બીજી દવા બનશે. DRDOની દવાના ઉત્પાદન માટે ગુજરાતની બે ફાર્મા કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર કેન્દ્રીય ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલરે ગુજરાતમાં વડોદરાની બે ફાર્મા કંપનીઓને 2-DG દવાનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપી છે. 2-DG એન્ટી કોવિડ ડ્રગ્સ છે જે કોરોનાના હળવા લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે ઉપયોગી બનશે.

ટુ ડીઓક્સી-ડી ગ્લુકોઝ જેને 2-DGના નામે ઓળખવામાં આવે છે.2-DG વેક્સિન કે ટેબ્લેટ નહીં પણ પાવડર ફોર્મમાં બનાવવામાં આવી છે. અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવારમાં ટેબ્લટ કે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ હવે પહેલીવાર પાવડર સ્વરુપે દવા બજારમાં આવશે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને પાણીમાં પાવડર નાંખી દવા આપી શકાશે જેથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

અગાઉ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી કે ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનનું  ઉત્પાદન થશે. પહેલા કોરોના વેક્સિન કોવેક્સીન અને હવે કોરોનાની દવા 2-DGનું ગુજરાતમાં ઉત્પાદન થવું એ ખરેખર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.

DRDO દ્વારા વિકસિત 2DG દવાને 8 મેના રોજ ઇમરજન્સી ઉપયોગ માટે ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.