Site icon Revoi.in

રાજ્યમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર 30 હજાર રૂપિયા સુધી થશે સસ્તા, આ છે કારણ

Social Share

અમદાવાદ: ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સરકાર અત્યારે પહેલ કરી રહી છે. કેન્દ્રની ફેમ-2 સ્કીમ હેઠળ વધારવામાં આવેલી સબસિડીની સાથે રાજ્ય સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી હેઠળ ટૂંક સમયમાં જ રાજ્યમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની કિંમત 30 હજાર રૂપિયા જેટલી ઓછી થઇ શકે છે. રેટિંગ એજન્સીએ ICRAએ પણ એક રિપોર્ટમાં ઘટાડાનો અંદાજ લગાવ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ગુજરાત રાજ્ય ઇવી, પોલિસી 2021, 1, જુલાઇ 2021થી ચાર વર્ષ માટે લાગૂ રહેશે. રાજ્ય સરકાર પણ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર પર 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટની ઑફર આપી રહી છે. ગુજરાતમાં ઇલેક્ટ્રિક કારના ભાવમાં 1.5 લાખથી 3 લાખ રૂપિયા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. તેવું ICRAએ કહ્યું હતું.

ICRA અનુસાર, પોલિસી ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટ્સ માટે સકારાત્મક છે અને સૌથી સારી વાત એ છે કે, વ્યક્તિગત ઉપયોગ માટે પેસેન્જર વ્હીકલ રાજ્યની પોલિસી હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જે વર્તમાનમાં FAME-IIથી બાકાત રાખવામાં આવી છે.

પોલિસી હેઠળ, રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ અને ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર્સ માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ સબસિડી સિવાય 10 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટની માગ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાત ઈવી પોલિસીના પરિણામરૂપ થ્રી-વ્હીલર સેગમેન્ટમાં ઓછામાં ઓછા 25 ટકા ઈવી પ્રવેશ કરી શકે છે. ચાર વર્ષના સમયગાળામાં 1.10 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચવાનું લક્ષ્ય, 2019-20માં વેચાયેલા 10.6 લાખ ટુ-વ્હીલર્સની સરખામણીમાં સામાન્ય છે.