Site icon Revoi.in

ગુજરાત સરકારે ‘સોલાર પાવર પોલિસી 2020’ની કરી જાહેરાત, નાના-મોટા ઉદ્યોગકારોને થશે ફાયદો

Social Share

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અગત્યની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોલાર પાવર પોલિસી 2021ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. આ પોલિસીથી ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. આ પોલિસીને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. નવી પોલિસીથી પાવર કોસ્ટ અંદાજે 4.5 રૂપિયાની આસપાસ આવશે. હાલ ઉદ્યોગોને 8 રૂપિયા પ્રતિ યુનિટ લેખે વિજળી આપવામાં આવી રહી છે. આ પોલીસી આવતાની સાથે જ મેડ ઇન ગુજરાત વિશ્વભરમાં છવાશે.

મુખ્યમંત્રીએ અનુસાર ગુજરાતમાં રજૂ કરવામાં આવેલી આ પોલિસી ભારતની પ્રથમ સોલાર પોલિસી છે. આ પોલિસીના મુખ્ય ત્રણ ફાયદા થશે. આ પોલિસીથી વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે. દુનિયામાં ગુજરાતની પ્રોડક્ટ્સને સ્થાન મળશે તેમજ નાના-મોટા ઉદ્યોગો ધમધમતા હોવાથી રાજ્યમાં મોટા પાયે રોજગારીનું સર્જન થશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી વર્ષ 2015માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલા અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી “ગુજરાત સોલર પાવર પોલિસી 2021” ને અમલમાં મૂકી છે.

(સંકેત)

Exit mobile version