Site icon Revoi.in

ગુજરાતનું ગૌરવ: વડોદરાની શ્વેતા પરમાર ગુજરાતની પ્રથમ મહિલા સ્કાયડાઇવર બની

Social Share

વડોદરા: ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ગુજરાત માટે ગૌરવની વાત છે. હકીકતમાં, ગુજરાતની એક યુવતી શ્વેતા પરમાર માત્ર 28 વર્ષની ઊંમરે રાજ્યમાંથી પહેલા સિવિલિયન સ્કાયડાઇવર બન્યાં છે. તેમના પહેલા દેશમાં માત્ર ત્રણ જ લાયસન્સ ધરાવતા મહિલા સ્કાઇડાઇવર છે. – પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત રેચલ થોમસ, શીતલ મહાજન અને અર્ચના સરદાના.

વર્ષ 2016માં શ્વેતાએ પોતાની આ સફર શરૂ કરી હતી. ત્યારે તેણે ટેન્ડર જમ્પ કર્યો હતો. જેમાં ઇન્સ્ટ્રક્ટર તેની સાથે હતા. આનો કુલ ખર્ચ 35 હજાર થયો હતો. સ્પેનમાં સર્ટિફિકેટ કોર્સ કર્યા બાદ શ્વેતા પોતાની જાતે જ ઊંચા આકાશમાં ઉડતા શીખી છે.

આ રીતે અભ્યાસ પૂર્ણ કર્યો

શ્વેતાએ MBA સુધીનું શિક્ષણ ઘર અને શિષ્યવૃત્તિની સહાયથી પૂર્ણ કર્યું. તેણે 18 વર્ષની ઉંમરે જ પોતાના પિતા ગુમાવ્યા હતા. શ્વેતાને સ્કાઇડાઇવિંગ કરવું હતું. તેમણે જણાવ્યું હતું કે હું ગમે તે રીતે તે કરવા માંગતી હતી. પરંતુ પરિવાર પાસેથી મળેલી પરવાનગી તેમજ પૈસાએ મને શક્તિ આપી હતી.

નોંધનીય છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ પેરાશૂટ એસોસિએશન દ્વારા માન્યતા પ્રાપ્ત કોઇપણ જગ્યાએ શ્વેતા હવે સ્કાઇડાઇવર્સ સાથે જમ્પ કરી શકે છે. તેમણે અત્યાર સુધીમાં સ્પેન, દુબઇ અને રશિયામાં જમ્પ મારી ચૂક્યા છે. શ્વેતા પરમારનું એક સપનું છે. તે અન્ય મહિલા સ્કાઇડાઇવર્સ સાથે SOU પાસે સ્કાઇડાઇવ કરવા આતુર છે.