Site icon Revoi.in

રાજ્યમાં નવા કોરોના વાયરસના પ્રકાર દેખાયા બાદ સરકાર સતર્ક, કરી આ તૈયારી

Social Share

ગાંધીનગર: એક તરફ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદીન ઓછું થઇ રહ્યું છે ત્યારે બીજી તરફ ફરી એકવાર સરકારની ઊંઘ હરામ કરી દેનારા સમાચાર મળી રહ્યા છે. જેમાં ભારતમાં મંગળવારે એક સાથે કોરોના વાયરસના ત્રણ ત્રણ નવા પ્રકાર યુકે, સાઉથ આફ્રિકા તેમજ બ્રાઝિલમાં જોવા મળેલા મ્યુટેટ વાયરસ મળી આવ્યા છે. આ સમાચાર બાદ રાજ્ય સરકારે સ્ક્રીનિંગ તેમજ આવા કેસના રિપોર્ટિંગ અંગેના નિયમો અને ગાઇડલાઇન્સ બનાવી છે.

આ અંગે આરોગ્ય વિભાગના સેક્રેટરી જયંતિ રવીએ જણાવ્યું કે, રાજ્યના દરેક એન્ટ્રી પોઇન્ટ પર પૂર્ણ તૈયારીઓ સાથે ટીમ તહેનાત છે. જે આવતા દરેક પેસેન્જરને સ્ક્રિનિંગ કરી રહી છે. નવા વાયરસના પ્રકારને લઇને અમે તમામ પ્રકારની ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલને ફોલો કરી રહ્યા છીએ.

ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આવતી અને જતી માત્ર કેટલીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ છે. પરંતુ જે પણ આ ફ્લાઇટ્સ દ્વારા આવ-જા કરે છે તેમનું એરપોર્ટ ખાતે જ સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં યુકેમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના કુલ 9 કેસ મળી આવ્યા છે, અને આ દરેક પેસેન્જરને એરપોર્ટથી જ સીધા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અને આ તમામ પેસેન્જરને 14 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયા પછી અને તેમની રીકવરી થયા પછી જ તેમને રજા આપવામાં આવી છે.

(સંકેત)