Site icon Revoi.in

હિંદી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક ‘હિન્દુત્વ’નું ઑનલાઇન વિમોચન યોજાશે

Social Share

અમદાવાદ: ગુજરાતી, સંસ્કૃત તેમજ અન્ય આધુનિક ભાષાઓના સંવર્ધન અને વિકાસને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 1981માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઇ હતી. ગુજરાત સાહિત્ય અકાદમી એ ગુજરાત રાજ્યમાં બોલાતી ભાષાઓ અને સાહિત્યિક વિકાસ માટે સમર્પિત સરકારી સંસ્થા છે.

સમગ્ર વિશ્વમાં હિન્દુત્વ હરહંમેશ ચર્ચાનો વિષય રહ્યો છે અને હિન્દુત્વ વિષય પર અનેક લેખો અને પુસ્તકો લખાયા છે ત્યારે હવે હિંદી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત તેમજ રામદાસ ગૌડ લેખિત પુસ્તક ‘હિન્દુત્વ’ નું ઓનલાઇન પુસ્તક વિમોચન આવતીકાલે તારીખ 22 જાન્યુઆરી, 2021ના રોજ સાંજે 4.00 કલાકે યોજાશે.

આ પુસ્તક વિમોચન કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમીના ફેસબૂક પેજ પર લાઇવ નિહાળી શકાશે.

તમે અહીંયા આપેલી લિંક પર ક્લિક કરીને લાઇવ કાર્યક્રમ જોઇ શકો છો.

ગુજરાત સાહિત્ય અકાદમી લાઇવ પુસ્તક વિમોચન કાર્યક્રમ

આ ઑનલાઇન પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પુસ્તકનું વિમોચન કરશે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા પ્રસ્તાવિક આપશે.

કાર્યક્રમમાં અતિથિ તરીકે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય કુલપતિ રમાશંકર દુબે, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ ગોપબંધુ મિશ્ર, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર મુક્ત યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

પુસ્તક વિશે:

હિન્દુત્વ પુસ્તક એ એક વિશ્વકોષ છે. તેમાં 10 ખંડમાં અને 80માં અધ્યાયમાં વેદ, વેદાંગ, દર્શન, સ્મૃતિ, કળા, ઇતિહાસ, રામાયણ, મહાભારત, પુરાણ, તંત્ર, સંપ્રદાય, પંથ વગેરે વિશે અને તેમાં કેનો ઉલ્લેખ છે, તે દરેક વિશે જ્ઞાન આપનાર આ પુસ્તકનું વિમોચન છે.

નોંધનીય છે કે ગુજરાત સાહિત્ય અકાદમીનો ઉદેશ ગુજરાતી, સંસ્કૃત અને અન્ય આધુનિક ભાષાઓના વિકાસને ઉત્તેજન આપવા માટે ગુજરાતની સંસ્થા-સંગઠનો તેમજ લેખકોને પ્રોત્સાહિત કરવાનો છે. આ સંસ્થા ગુજરાતી લોક સાહિત્યને લગતા સંશોધનોને પણ સતત પ્રોત્સાહન આપતી સંસ્થા છે. તે ઉપરાંત સાહિત્યના પુસ્તકો પ્રકાશિત કરવા, તેની જાળવણી કરવી, સાહિત્યના વિભિન્ન સ્વરૂપોના વિવેચન પ્રકાશિત કરવા, વિમોચન વગેરેમાં સંસ્થા સક્રિયપણે કાર્યરત છે.

(સંકેત)