Site icon Revoi.in

વિશ્વના 30 દેશો બાદ હવે અમદાવાદમાં પણ જોવા મળ્યું રહસ્યમયી મોનોલીથ, સર્જાયું રહસ્ય

Social Share

અમદાવાદ: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં એક ચમકતા સ્તંભે (મોનોલીથ) કુતુહૂલ સર્જર્યું છે. અહીંયા નવાઇ પમાડે તેવી વાત એ છે કે આ સ્તંભ ક્યાંથી આવ્યો? ક્યારે આવ્યો? કોણ મૂકી ગયું તેના વિશે કોઇ જ માહિતી પ્રાપ્ત નથી. આ વાત વાયુવેગે લોકો વચ્ચે પ્રસરતા લોકો તેની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી રહ્યા છે. વિશ્વના 30 દેશોમાં આ પ્રકારના મોનોલીથ દેખાયા છે પરંતુ કોણ મૂકી ગયું તેના વિશે હજુ પણ રહસ્ય અકબંધ છે. અમેરિકામાં પણ મહિના પહેલા આ પ્રકારનું મોનોલીથ જોવા મળ્યું હતું પરંતુ ત્યારબાદ તે અચાનક ગાયબ પણ થઇ ગયું હતું.

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં સ્ટીલનું આ મોનોલીથ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મોનોલીથ સાથે ફોટો પડાવવા માટે લોકો ઉમટી રહ્યા છે. આ મોનોલીથ જો કે ક્યારે અને કેવી રીતે આવ્યું તે અંગે રહસ્ય છે.

મોનોલીથ વિશે વાત કરીએ તો અગાઉ 18 નવેમ્બરના રોજ અમેરિકાના ઉટાહમાં પણ આ પ્રકારનું એક મોનોલીથ મળી આવ્યું હતું. જે બાદમાં તેના વિશે ખૂબ જ ચર્ચા જાગી હતી. જે બાદ વિશ્વના અન્ય દેશોમાં પણ આ પ્રકારના મોનોલીથે દેખા દીધી હતી.

અમદાવાદ અને વિશ્વના અન્ય દેશોમાં જે મોનોલીથ જોવા મળ્યાં છે તેની બનાવટ ત્રિકોણ આકારની છે અને સ્ટીલમાંથી નિર્મિત છે. તેની ઉપર કોઇ નંબર પણ લખવામાં આવ્યા છે. આ નંબર દેશમાં આવેલી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના અક્ષાંશ અને રેખાંશ દર્શાવે છે.

મહત્વનું છે કે, સૌ પ્રથમ અમેરિકાના કેલિફોર્નિયાના ઉટાહના રણમાં આ પ્રકારનું સ્કલ્પચર જોવા મળ્યું હતું. જે બાદમાં તે અચાનક ગાયબ પણ થઇ ગયું હતું. ત્યારે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે એલિયન આ મોનોલીથ મૂકી ગયા છે. જે જે દેશમાં આ મોનોલીથ દેખાયા છે તે કોણ મૂકી ગયા છે તે વિશે હજુ કોઇ માહિતી મળી નથી. હવે ભારતમાં પણ મોનોલીથ દેખાતા રહસ્ય સર્જાયું છું.

(સંકેત)