Site icon Revoi.in

સૌરાષ્ટ્રના આ ગામમાં થયું 100 ટકા વેક્સિનેશન, આ રીતે મેળવી સફળતા

Social Share

રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે રાજકોટ જીલ્લાનું એક એવું ગામ પણ છે જ્યાં 100 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. વેક્સિનેશનમાં રાજકોટ જીલ્લાનું લોધિકા ગામ સૌથી અવ્વલ છે. લોધિકા તાલુકા શાળામાં શિક્ષકો, આચાર્ય, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની બેઠક મળી હતી. જેમાં બાળકો તેના વાલી પત્ર લખી વેક્સિનેશન માટે અપીલ કરે તેવું નક્કી થયું હતું. જેથી બાળકોએ વડીલોને પત્ર લખી વેક્સિન માટે અપીલ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, લોધિકામાં 45થી 50 વર્ષના 4191માંથી 4191 લોકોએ વેકસીન લીધી. તો 60 વર્ષથી વધુ વયના 5 હજાર 170 માંથી 5 હજાર 169 લોકોએ વેકસીન લીધી.

વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યારસુધીમાં ગુજરાતમાં 90,93,538 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 16,22,998 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ અપાયો છે. આમ કુલ – 1,07,16,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં 13 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે.

(સંકેત)

Exit mobile version