Site icon Revoi.in

કોરોના સંક્રમિતો માટે ગુજરાતનું સૌથી મોટું કોવિડ ટ્રાયેજ સેન્ટર વડોદરામાં શરૂ, ત્વરિત સુવિધાઓ મળશે

Social Share

વડોદરા: કોરોનાના લક્ષણો સાથે આવતા દર્દીઓના તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા વડોદરામાં ઉભી કરવામાં આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીઓની ઇમર્જન્સી સારવાર શરૂ કરી શકાય તે માટે કોવિડ ટ્રાયેજ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 22 બેડની સુવિધા મળી રહેશે જે ગુજરાતનું સૌથી મોટું કોવિડ ટ્રાયેજ સેન્ટર છે જ્યાં ગોલ્ડન અવર તાત્કાલિક સારવાર પ્રમાણે કોરોનાના લક્ષણો સાથે આવેલા દર્દીઓની સારવાર કરવામાં આવશે.

આ અંગે સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો. બેલીમે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખાસ ફરજ પરના અધિકારી અન શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ આ સુવિધા માટે ઘણાં પ્રયત્નશીલ હતા અને તેમના માર્ગદર્શન હેઠળ કાર્યરત કરવામાં આવી રહ્યા છે. તેથી અહીં આવાનારા દર્દીઓને કોઇ લાંબી પ્રક્રિયા વગર તાત્કાલિક સુવિધા આપવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે દર્દી હોસ્પિટલમાં આવે અને પ્રથમ 1 કલાકમાં જ જરૂરી તમામ તાત્કાલિક સુવિધાઓ મળી રહે તે હેતુસર દરેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેને ગોલ્ડન અવર પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે.

સયાજીમાં આ દરેક સુવિધા મળશે

સયાજી હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ટ્રાયેજ સેન્ટરમાં 22 પથારીઓ રહેશે જ્યાં 24 કલાક દરમિયાન તાત્કાલિક ઓક્સિજન, ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ મળશે. આ સાથે આ સેન્ટરમાં ઈન્ફ્યુજન પંપ, ડી ફેબ, ઓક્સિજન કોન્સનટ્રેટર અને દર્દીવાહિની તથા જરુરી દવાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ સેન્ટર માટે અલગથી ફોન નંબર પણ રાખવામાં આવ્યો છે જે આ પ્રમાણે છે- 9313361099. આ નંબર પર ફોન કરીને દરેક માહિતી પ્રાપ્ત થઇ શકશે.

(સંકેત)