Site icon Revoi.in

વિશ્વની ટોચની ઇલેક્ટ્રિક કાર કંપની ‘Tesla’ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી શકે

Social Share

ગાંધીનગર: વિશ્વના ઓટોમોબાઇલ ક્ષેત્રે ટોચની પસંદ બની રહેલા ગુજરાત માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. હવે ગુજરાતમાં ટોચની ઇલેક્ટ્રિક કાર કંપની Tesla રાજ્યમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા છે. ઇલેક્ટ્રિક કાર મેકર્સમાં વિશ્વમાં આગવું નામ ધરાવતી ટેસ્ટા ભારતના બેંગલુરુમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપી રહી છે. તે હવે ગુજરાત સહિત બીજા રાજ્યોના સંપર્કમાં પણ છે જેનાથી તેઓ ભારતમાં પોતાનો વ્યાપાર શરૂ કરી શકે.

રાજ્ય સરકારે આ બાબતે જણાવ્યું હતું કે હાલમાં રાજ્ય સરકાર હાલ ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે અને ગુજરાતમાં કંપનીનો બેઝ સ્થાપવા માટે અમે તેમને તમામ પ્રકારના ઇન્સેન્ટિવ આપવા માટે તૈયારી દર્શાવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ ચીફ સેક્રેટરી અને ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ વિભાગના ઇનચાર્જ ACS મનોજ દાસે આ બાબત જણાવી હતી.

અધિકારીએ કહ્યું કે, ‘દુનિયાની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓએ ગુજરાતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે. જેના કારણે રાજ્ય ઓટો મોબાઈલ હબ બન્યું છે તેની પાછળનું કારણ રાજ્યની MSME ઇન્ડસ્ટ્રી છે જે મોટી કંપનીઓના સપોર્ટિંગ રોલમાં કામ કરી રહી છે. મોટા ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરર્સ અને બેટરી મેન્યુફેક્ચરર્સ ગુજરાતમાં ફેસિલિટી સ્થાપી રહ્યા છે. અમને આશા છે કે દુનિયાની ટોચની ઈલેક્ટ્રિક કંપની ટેસ્લા પણ ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળશે.’

મહત્વનું છે કે ટેસ્લા ભારતમાં પોતાનો કારોબાર તેના સૌથી વધુ વેચાયેલા મોડેલ-3થી શરુઆત કરશે. જે બાદમાં કંપની તેના પ્રીમિયમ મોડેલ એસ અને મોડેલ એક્સને લોન્ચ કરશે. આ મોડેલ વર્ષ 2022ની શરુઆતમાં આવી શકે છે. જોકે ટેસ્લા દ્વારા ભારતમાં તેની લોન્ચ ડેટ અને પ્રાઈસ અંગે કોઈ સ્પષ્ટતા હજુ સુધી મળી નથી. કંપનીએ બેંગલુરુમાં પોતાના ભારતના કારોબાર માટે રજીસ્ટર્ડ ઓફિસ સ્થાપી છે.

(સંકેત)