Site icon Revoi.in

એમબીએ અને એમસીએની 19815 બેઠકો માટે રજિસ્ટ્રેશન તા. 17મી જુલાઈ સુધી કરી શકાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં 27મી જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે તા. 17મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. પહેલા તબક્કામાં સીમેટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ એમબીએની સરકારી 9 કોલેજોમાં 425 બેઠકો અને સ્વનિર્ભરની 123 કોલેજોમાં 13303 બેઠકો મળી કુલ 132 કોલેજોમાં 13728 બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે એમસીએમાં સરકારી 9 કોલેજોમાં 310 અને સ્વનિર્ભરની 58 કોલેજોમાં 5780 મળી કુલ 67 એમસીએ કોલેજોમા 6090 બેઠકો ઉપલબ્ધ છે. આમ, બન્ને મળીને 19815 બેઠકો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં હજુ એમબીએ-એમસીએની અંદાજે 13થી વધારે કોલેજોને મંજૂરી મળે તેવી શક્યતા છે. જેના કારણે પ્રવેશ સમિતિએ હાલમાં જે બેઠકોની વિગતો જાહેર કરી છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે. હાલમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 95 ટકા બેઠકો માટે સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે સ્વનિર્ભર કોલેજોમાં 50 ટકા બેઠકો પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે. ગુજરાત સિવાયના રાજ્યોના વિદ્યાર્થીઓ પણ સીમેટ આપી હોવાથી તેના મેરિટના આધારે રજિસ્ટ્રેશન કરાવી શકશે. જોકે, અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે 5 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. સીમેટના આધારે ગણતરીની બેઠકો જ ભરાતી હોવાથી રાજ્યમાં દર વર્ષે સીમેટ આપી નહોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ અલગથી કાર્યવાહી કરવી પડે છે. અનેક વખત સીમેટ કાઢી નાંખવાની પણ માગણી ઊઠી હતી.

પ્રવેશ સમિતિએ એમબીએ અને એમસીએ માટે પ્રવેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તે મુજબ   રજિસ્ટ્રેશન   27મીથી 17મી જુલાઇસુધી ઓનલાઈન કરાવી શકાશે. પ્રોવિઝનલ મેરિટ  લિસ્ટ  1લી ઓગસ્ટ જાહેર કરાશે.સીટ મેટ્રિક્સ    4 ઓગસ્ટ, મોક ચોઇસ ફિલિંગ    7મીથી 9મી ઓગસ્ટ, મોક રાઉન્ડ પરિણામ    11 ઓગસ્ટ, તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ    14મી ઓગસ્ટે જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડ ચોઇસ    14મીથી 17મી ઓગસ્ટ સુધી, પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ    19મી ઓગસ્ટ સુધી, ફી ભરવાની     19મી 22મી ઓગસ્ટ સુધી, અને ત્યારબાદખાલી બેઠકોની વિગતો    23 ઓગસ્ટ  જાહેર કરાશે.