વજન ઓછું કરવામાં ડાયેટ અને લાઇફસ્ટાઇલનો સૌથી મોટો રોલ હોય છે. એવામાં આજે અમે તમને કેટલાક એવા હેલ્ધી ફુડ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ઓવરઇંટિગથી પણ બચાવે છે અને શરીરને અંદરથી વધુ મજબૂત બનાવે છે.
ઓવાકાડોઃ કેલेરી વધારે હોવા છતાં એવાકાડોમાં હેલ્ધી ફેટ અને ફાયબર વધુ માત્રામાં હોય છે. આ હેલ્ધી ફેટ લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. જેનાથી અનહેલ્ધી વસ્તુઓ ખાાવનું મન નથી કરતું.
બેરીઝઃ બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરી જેવા ફળોમાં કુદરતી શુગર હોય છે. તેમાં કેલોરી ઓછી અને ફાઈબર વધુ હોય છે. આને ખાધા પછી મીઠું ખાવાની ઇચ્છા ઘટે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
ઓટ્સઃ ઓટ્સમાં સોલ્યુબલ ફાઈબર હોય છે જે પાણીને શોષી લેશે છે અને પેટમાં જેલ જેવા પદાર્થમાં બદલાઈ જાય છે. તેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વારંવાર ખાવાનું મન નથી થતું.
બીન્સ અને દાળઃ બીન્સ, દાળ અને ચણા પ્રોટીન અને ફાઈબરના શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ દરેક વસ્તુઓ હળવે હળવે પચે છે જેના કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને આ ઉપરાંત, તે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જેથી વધારે ખાવાનું મન નથી થતું.
ઇંડાઃ ઇંડા હાઈ-ક્વોલિટી પ્રોટીનથી ભરપૂર હોય છે, જે લાંબા સમય સુધી ભૂખ લાગવા નથી દેતા. જો તમે સવારે નાસ્તામાં અંડા ખાઓ છો તો આખો દિવસ પેટ ભરેલું રહે છે અને ઊર્જા પણ જાળવાઈ રહે છે.
લીલી શાકભાજીઃ પાલક,કેળ અને બીજી લીલી પાંદડાવાળી શાકભાજી ઓછી કેલોરીવાળી હોય છે.એ પણ તેમાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં હોય છે. આને ખાવાથી પેટ ભરેલું રહે છે અને શરીરને જરૂરી પોષણ પણ મળે છે.

