Site icon Revoi.in

ઊર્જા સંકટ વચ્ચે રાહત: દેશમાં એક જ દિવસમાં 51 લાખ LPG સિલિન્ડરની ડિલિવરી

Gujarat government's initiative for LPG

Gujarat government's initiative for LPG

Social Share

નવી દિલ્હી, 6 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે ભારત સરકારે દેશમાં રાંધણ ગેસ (એલપીજી) અને પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) ના પુરવઠા અંગે આશાસ્પદ આંકડા જાહેર કર્યા છે. રવિવારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે માહિતી આપી હતી કે દેશમાં ગેસનો પુરવઠો સુરક્ષિત છે અને વિતરણ વ્યવસ્થા વધુ ડિજિટલ અને પારદર્શક બની રહી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે (4 એપ્રિલ) દેશભરમાં 51 લાખથી વધુ LPG સિલિન્ડરની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે. દેશમાં ક્યાંય પણ ગેસની અછત હોવાના અહેવાલ નથી. મહત્વની વાત એ છે કે, હવે કુલ બુકિંગમાં ઓનલાઇન માધ્યમોનો હિસ્સો વધીને 95 ટકા સુધી પહોંચી ગયો છે. વિતરકો દ્વારા થતી ગેરરીતિ અટકાવવા માટે ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ’ (ડીએસી) આધારિત ડિલિવરી હવે 90 ટકા સુધી પહોંચી ગઈ છે, જે ફેબ્રુઆરીમાં માત્ર 53 ટકા હતી.

સરકારે ગ્રાહકોને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવા અને જરૂર હોય ત્યારે જ ડિસ્ટ્રિબ્યુટર પાસે જવાની સલાહ આપી છે. આંકડા દર્શાવે છે કે શનિવારે 5 કિલોવાળા આશરે 90,000 નાના એલપીજી સિલિન્ડરનું વેચાણ થયું હતું. 23 માર્ચથી અત્યાર સુધીમાં આવા 6.6 લાખ નાના સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે. કોઈપણ ગ્રાહક માન્ય ઓળખપત્ર બતાવીને એજન્સી પાસેથી આ સિલિન્ડર મેળવી શકે છે.

ભારત સરકાર હવે પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી ને વધુ પ્રોત્સાહન આપી રહી છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 3.9 લાખથી વધુ નવા પીએનજી રજીસ્ટ્રેશન થયા છે અને 3.6 લાખ નવા જોડાણોમાં ગેસ સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને પણ ઘરેલું અને વ્યાવસાયિક બંને સ્તરે પીએનજી કનેક્શનની સુવિધા ઝડપી બનાવવા સૂચના આપી છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતની આ મજબૂત વિતરણ વ્યવસ્થા સામાન્ય નાગરિકો માટે મોટી રાહત સમાન છે.

આ પણ વાંચોઃ અરુણાચલના CM પેમા ખાંડુની મુશ્કેલી વધી: પરિવારને મળેલા સરકારી કોન્ટ્રાક્ટની CBI તપાસનો સુપ્રીમનો આદેશ

Exit mobile version