Site icon Revoi.in

અમદાવાદમાં ગુલાબી ઠંડીનો અનુભવ – વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ છવાયું

Social Share

અમદાવાદ- છેલ્લા બે દિવસથી રાજ્યમાં છંડીમાં થોડી રાહત મળી છે, હવામાન વિભઆગની આગાહી પ્રમાણે સોમવારથી રાજ્.ભરમાં છંડી ઓછી થવાની આગાહી કરવામાં આવી હતી જે પ્રમાણે વિતેલા દિવસથી જ શહેરીજનોને તથા રાજ્યના લોકોને ઠંડીમાંથી છૂટકારો મળ્યો છે.

ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ગાઢ ઘુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે,ઘુમ્મસનું પ્રમાણ એટલું વધુ છે કે નજીકનું વસ્તુ દેખાઈ શકતી નથી, અતિષય ઘુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી થઈ છે.તો સાથે સામામ્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

અમદાવાદના ઈસ્કોન, બોપલ ,સાઉથ બોપલ તથા ઘુમા સહીતના વિસ્તારોમાં સવાર સવારમાં વાહન ચાલકોને આગળ વાહન લઈ જવામાં પણ નુશ્કેલી સર્જાઈ હતી કારણ કે અહી ગાઢ ઘુમ્મસનું પ્રમાણ એટલું હતુ કે આગળ કી જ દેખવું શક્ય નહોતું.આ સાથે જ હવામાં ભેજનું પ્રમાણે હતું જો કે છંડીમાં રાહત મળી છે.