Site icon Revoi.in

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની કથિત ભષ્ટ્રાચારના કેસમાં ધરપકડ બાદ સમગ્ર દેશમાં તેમના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા અને તોડફોડ કરીને અરાજકતા ફેલાવી હતી. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ઘરપકડને અયોગ્ય ગણાવી હતી. તેમજ તેમને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતા. દરમિયાન હાઈકોર્ટે બે અઠવાડિયાને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યાં છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ત્રણ ન્યાયાધીશોની બનેલી વિશેષ બેંચની રચના કરી છે. આ બેન્ચે ઇમરાન ખાનને 2 અઠવાડિયા માટે જમીન આપ્યા છે.  ઇમરાન ખાન પર જેટલા પણ આરોપો લાગ્યા હતા તે તમામ કેસમાં તેમને જમીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ હિંસક પ્રદર્શનને કારણે ઘણું નુકસાન થયું હતું, ત્યારબાદ અડધા પાકિસ્તાનમાં કલમ 144 લાગુ છે અને ઘણી જગ્યાએ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના નેતા-કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા. તેમજ સરકારી ઈમારતો ઉપર હુમલો કર્યો હતો.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે (9 મે) ઈસ્લામાબાદ કોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સમગ્ર દેશમાં જબરદસ્ત વિરોધ શરૂ થયો. બે દિવસ બાદ ગુરુવારે (11 મે) પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી પીએમ શાહબાઝ શરીફ સરકારના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ઈમરાન ખાનની ધરપકડ પર મોટું નિવેદન આપ્યું છે. તેઓએ સુપ્રીમ કોર્ટ પર જ સવાલો ઉઠાવ્યા છે.