Site icon Revoi.in

પ્રજાસત્તાક દિવસઃ હોમગાર્ડઝ, બોર્ડરવીંગ, નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળના 41 જવાનોનું સન્માન કરાશે

Social Share

અમદાવાદઃ ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડરવીંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે રાજ્યપાલના ત્રણ અને મુખ્યમંત્રીના 38 એમ મળી કુલ 41 અધિકારી,સભ્યોની લાંબી, પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે.

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે આજયોન કરવામાં આવ્યું છે. રાજ્યરક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગીરસોમનાથમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીરસોમનાથમાં 26મી જાન્યુઆરીના રોજ ધ્વજ ફરકાવીને ગુજરાતની પ્રજાને સંબોધન કરશે. બીજી તરફ પ્રસંશનીય અને વિશિષ્ટ સેવા બદલ હોમગાર્ડઝ, બોર્ડરવીંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના 41 જવાનોને ચંદ્રક એનાયત કરીને સન્માન કરાશે. ગ્રામ રક્ષક દળના 3 જવાનોને રાજ્યપાલના ચંદ્રક આપીને સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત હોમગાર્ડના 26 જવાનોને મુખ્યમંત્રી ચંદ્રકથી સન્માનીત કરવામાં આવશે. આવી જ રીતે બોર્ડરવીંગ હોમગાર્ડઝના 5, નાગરિક સંરક્ષણના 4 અને ગ્રામ રક્ષક દળના 3 જવાનોનું પણ ચંદ્રક આપીને સન્માન કરવામાં આવશે.