Site icon Revoi.in

અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસને ગુરુવારના રોજ 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જો કે માત્રે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ભારતીયો દ્રારા આ પર્વ મનાવવામાં આવ્યો હતો, જ્યારે અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં તિરંગો લહેવાયો હતો.

યુએમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ  વોશિંગ્ટન ડીસીમાં ગણતંત્ર દિવસ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે ભારતીય દૂતાવાસ ખાતે ધ્વજવંદન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમ્બેસેડર તરનજીત સિંહ સંધુએ ભારતના 74મા ગણતંત્ર દિવસની ઉજવણીના અવસર પર કહ્યું કે અમેરિકા તેની પરિવર્તન યાત્રામાં ભારતનું મહત્વપૂર્ણ સાથી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે તેમણે કહ્યું કે યુ.એસ.માં રહેનારા ડાયસ્પોરા બંને દેશો વચ્ચેના સંબંધોનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, જેઓ વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓ દ્વારા સંબંધોને મજબૂત કરવા અને ભારતની વિકાસ યાત્રામાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે મને શી છે કે કોંગ્રેસમેન ખન્ના અને થાણેદાર ભારતીય સમુદાયની તાકાતનું પ્રતિનિધિત્વ કરે છે તે રીતે અમને ગર્વ છે. તેઓ દ્વિપક્ષીય સમર્થનનો પણ એક ભાગ છે જેનો કોંગ્રેસમાં ભારત-યુએસ ભાગીદારી આજે આપણી સાથે માણી રહી છે.

આ સહીત સંધુએ ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના અને સાંસદ થાનેદાર સાથે અહીં ભારતીય સમુદાયના સભ્યો સાથે ગણતંત્ર દિવસનો પર્વ મનાવ્યો તેમણે વધુમાં કહ્યું હતું કેઅમેરિકામાં ભારતીય રાજદૂત સંધુએ કહ્યું કે ભારતે છેલ્લા સાત દાયકામાં મોટી સિદ્ધિઓ મેળવી છે. ભારત એ સૌથી મોટા બજારોમાંનું એક છે જેને વિશ્વ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મજબૂત સ્તંભ તરીકે જુએ છે