Site icon Revoi.in

કેન્દ્ર દ્રારા ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે અસાઘારણ બહાદુરી માટે ITBP અને કોસ્ટ ગાર્ડના જવાનોને સમ્માનિત કર્યા

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આવતી કાલે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થી રહી છે,જે નિમિત્તે દેશમા બહાદુર જવાનોને પણ દેશની સરકાર દ્રારા સમ્માનિત કરવામાં આવ્યા છે.

આ ખાસ દિવસે ભારત સરકારે અસાધારણ બહાદુરી દર્શાવવા બદલ 18 ITBP કર્મચારીઓને મેડલથી સન્માનિત કર્યા છે. જેમાં ત્રણ પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે ત્રણ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરીટોરીયસ સર્વિસ માટે 12 પોલીસ મેડલનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ કમાન્ડન્ટ સુમિત ધીમાન, ડેપ્યુટી કમાન્ડન્ટ કમાન્ડન્ટ વિકાસ નારંગ અને અર્ધી પ્રગતિ કુમારને તત્રરક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રએ મંગળવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મહારાષ્ટ્ર પોલીસના 51 જવાનો માટે સેવા મેડલની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોલીસ અધિકારીઓના નામ સાથેની યાદી બહાર પાડી છે.આ સાથે જ ગઢચીરોલી જીલ્લામાં નક્સલ વિરોઘી અભિયાનમાં ભાહ લેવા બદલ પણ પોલીસ જવાનને સમ્માનિત કરાવામાં આવ્યા છે