Site icon Revoi.in

રિસર્ચઃ- કોરોનાના નવા સ્વરુપને અટકાવવા બૂસ્ટર ડોઝની પડી શકે છે જરુર

Social Share

દિલ્હીઃ- વિશ્વવ્યાપી કોરોના મહામારીને રોકવા માટે રસીકરણએ વેગ પકડ્યો છે, પરંતુ હવે આ રસીથી બનાવવામાં આવતી એન્ટિબોડીઝની સ્થિરતા અંગે અનેક પ્રશ્નો ર્જાઈ રહ્યો છે,અનેક લોકો દ્રારાપૂછવામાં આવી રહ્યું છે કે,શું આ વેક્સિન લગાવીને હંમેશા માટે કોરોનાથી બચી શકીશું અથવા તો નવા પ્રકારને અટકાવવા માટે બૂસ્ટર ડોઝની જકુકત પડશે,જો કે હાલ આ અંગે કોઈ ચોક્કસ જવાબ મળી રહ્યો નથી

જો કે, અનેક સંશોધનકર્તાઓ દ્રારા અનુમાન લગાવાય રહ્યું છે કે,યુ.એસ. માં ફાઈઝર, મોડર્ના અને જહોનસન અને જોહ્ન્સનની વેક્સિન  ઓછામાં ઓછી એક વર્ષ સુધી સુરક્ષિત રાખી શકે છે, પરંતુ આ વિશે ચોક્કસપણે કંઈજ કહી શકાય નહીં. દરમિયાન, કોરોનાના નવા સ્વરૂપો સામે રસી આવશ્યકતાઓમાં ફેરફારની પણ ચર્ચા  કરવામાં આવી રહી છે.

હાલની વેક્સિનના ડોઝથી લાંબી સુરક્ષા અંગે સવાલ કરવામાં આવતા જાણવા મળ્યું કે,લોકોને થોડા મહિના પહેલા જ રસી મળવાનું શરૂ થયું હતું. જેમ કે, આ ક્ષણે આ કહેવા માટે ઘણા પુરાવા ઉપલબ્ધ નથી. મેરીલેન્ડ યુનિવર્સિટીના ક્રસ્ટીન લાઇકનું કહેવું છે, “આ રસીની એક વર્ષ પછીની તે વિશે વધુ જાણતા નથી, પરંતુ પ્રારંભિક વલણો પ્રોત્સાહક છે.”

જ્યારે સંશોધનકારોએ સ્વયંસેવકોના નમૂનાઓમાં એન્ટિબોડીઝના સ્તરનું પરીક્ષણ કર્યું હતું, ત્યારે તેમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જે દર્શાવે છે ,સંભવ છે કે રસી લાંબા ગાળાની સુરક્ષા પૂરી પાડી શકે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે જેમને પહેલા સંક્રમણ લાગ્યું છે અને રસી પણ લેવામાં આવી છે, તો પછી તે સંભવ છે કે એન્ટિબોડીઝ તેમનામાં લાંબા સમય સુધી રહે છે.

ત્યાર બાદ કોરોનાના નવા સ્વરુપ પર વેક્સિનની સુરક્ષાને લઈને અનેક પશ્ન કરવામાં આવ્યા જેમાં જવાબમાં જાણવા મળ્યું હતું કે,નવા સ્વરૂપોને રોકવા માટે અમને બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. પરંતુ, આ અંગે સ્થિતિ બહુ સ્પષ્ટ થઈ રહી નથી. કેટલાક કોરોના વાયરસના નવા પરિવર્તન વેક્સિન બેઅસર પણ કરી છે. ગયા મહિને કતારમાં ફાઇઝર રસી અંગે એક સંશોધન પ્રકાશિત થયું હતું.જેમાં ડિસેમ્બર 2020 થી આ વર્ષે માર્ચ દરમિયાન ફાઇઝરની વેક્સિન અપાયેલા 2.50 લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરિણામોમાં, આ રસી કોરોનાના મૂળ સ્વરૂપ પર 95 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેના આલ્ફા સ્વરુપ પર તેની અસર ઘટીને 89.5 ટકા થઈ ગઈ હતી.

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા બીટાના સ્વરુપ પર વેક્સિનની અસરકારકતા 75 ટકા થઈ ગઈ છે. જો કે, આ રસી ગંભીર બીમારી અને મૃત્યુને રોકવા માટે 100 ટકા અસરકારક હતી.

કોરોનાના નવા સ્વરુપને રોકવા બૂસ્ટચર ડોઝની જરુર પડી શકે છે આ વાતને લઈને કહેવામાં આવ્યું છે કે,”આ અંગે હજી ઘણું કહી શકાય નહીં. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે વાયરસના મૂળ સ્વરૂપ સામે બનેલી ઉચ્ચ પ્રતિરક્ષા અન્ય સ્વરૂપો સામે પણ પૂરતી સુરક્ષા પૂરી પાડશે. પરંતુ શક્ય છે કે કોઈ વિશિષ્ટ સ્વરૂપ માટે બનાવવામાં આવેલી રસી વધુ અસરકારક રહે. ફાઈઝરએ પણ આ દિશામાં અજમાયશ શરૂ કરી દીધી છે.આ તમામ ઉત્પન્ન થયેલા સવાલોના જવાબ કોરોનાના નવા પ્રકારોને રોકવા માટે બૂસ્ટર ડોઝની શક્યતાઓ દર્શાવે છે,