Site icon Revoi.in

કચ્છના માતાના મઢ નજીક મંગળ પર છે, એવા ખડકો હોવાથી NASA અને ISRO દ્વારા સંશોધન

Social Share

ભુજ :  અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ભારતની અંતરિક્ષ એજન્સી ઇસરો  દ્વારા મંગળ ગ્રહ પર સંશોધનો થતા રહે છે. મંગળગ્રહ પરથી માટી મેળવીને તેના પર સંશોધન કરવામાં આવ્યું હતું દરમિયાન કચ્છમાં મંગળ ગ્રહ પરની અસમતોલ જમીન પરની જેરોસાઈટ નામક ખનીજ કચ્છના માતાના મઢ ખાતેથી મળી આવ્યું હતું. જેનું નાસા સહિતની વિવિધ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના કાળમાં સંશોધનમાં રૂકાવટ આવી હતી ત્યારે ફરીથી આ સંશોધન આગામી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2014-15 દરમિયાન નાસા, ઇસરોના તથા ભારતની કેટલીક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા  કચ્છમાં માતાના મઢ ખાતે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો.અને આ જમીન અંગે તો પહેલેથી જ નાસા દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું.અને તપાસ કરવામાં આવી હતી કે મંગળ ગ્રહ પર જેવી જમીન છે તેવી જમીન પૂરા વિશ્વમાં બીજે ક્યાં ક્યાં છે ત્યારે ભારતમાં મહારાષ્ટ્ર, લદાખ અને કચ્છના દ્રષ્યો મંગળ ગ્રહની ભૃપૃસ્ટ જમીન સાથે મેળ ખાતા હોવાનું જણાયું હતું.

કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીએ  જણાવ્યું હતું કે, કચ્છના માતાના મઢ પાસે 3થી 4 વર્ગ કિલોમીટરમાં રંગીન ભૂમિ છે,  જે પીળા તથા લાલ રંગની તથા પીળા અને લાલ રંગના જુદાં જુદાં શેડ્સ જેવી જમીન છે જેમાં અલગ પ્રકારની માટી મળી આવી છે આ માટીની તપાસ ભુસ્તરશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી અને આ માટે જ્વાળામુખી પછી જે  રાખ જમા થાય છે તેમાંથી બનેલી માટી છે તેવું બહાર આવ્યું હતું.અને આ પ્રકારની માટી મંગળ ગ્રહ પર પણ જોવા મળે છે. મંગળ ગ્રહ પર જે જેરોસાઈટ નામનો ખનીજ જોવા મળે છે તેવો જ ખનીજ કચ્છના માતાના મઢ ખાતે જોવા મળ્યો હતો અને પરિણામે વૈજ્ઞાનિકોની ઉત્સુકતા વધી હતી અને અહીં જેટલી જમીન છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.અને મંગળ ગ્રહ પર તો કોઈ માનવી પહોંચી નથી શક્યો માટે આ માટી પર સંશોધન કરીને જાણી શકાશે કે મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા.આ સંશોધન આગામી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે  ફેબ્રુઆરી 2022માં NASAના, MET યુનિવર્સિટી, ઈસરો તથા જુદી જુદી યુનિવર્સિટી તેમજ કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રથમ 3-4 દિવસનું વર્કશોપ યોજવામાં આવશે જેમાં આ જમીનનું કઈ રીતે સંશોધન કરવું તેના પર અભ્યાસ કરવામાં આવશે તથા આવી બીજી સાઈટો કચ્છમાં કયાં કયાં છે તેનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે.