Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ જારી રહેશે: DGCA

Social Share

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ જારી રહેશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકએ આ અંગે ગુરુવારે માહિતી આપી હતી.

કોરોના કાળના નવા સ્ટ્રેઇન અને યુરોપિયન દેશોમાં વધતા જતા કેસોના જોખમ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. નિયમિત ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે, ત્યારે વંદે ભારત મિશન દ્વારા મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ ઉડાવવામાં આવી રહી છે.

ભારતે અન્ય દેશોની નિયમિત ફ્લાઇટ્સ પર પ્રતિબંધ જારી રાખ્યો છે, પરંતુ ઘરેલું ફ્લાઇટ્સના પરિચાલનમાં સતત તેજી આવી રહી છે. ભારતીય વિમાન કંપનીઓ માટે ઘરેલું ફ્લાઇટ સંચાલનની સંખ્યાને કોરોનાના પહેલાંના સ્તરની તુલનામાં 70 થી વધારીને 80 ટકા કરવામાં આવી છે.

વિમાન કંપનીઓ કોરોનાના પહેલાના સ્તરની તુલનામાં 70 ટકા ઘરેલું યાત્રી ફ્લાઇટ્સનું સંચાલન કરી શકે છે. ઘરેલું પરિચાલન 25 મેના રોજ 30,000 યાત્રીઓ સાથે શરૂ થઈ હતી. અને હવે 30 નવેમ્બર 2020 ના રોજ તે 2.52 લાખના આંકડાને સ્પર્શી હતી.

-દેવાંશી

Exit mobile version