Site icon Revoi.in

આજથી રાજ્યના વાતાવરણમાં પલટો- ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ

Social Share

અમદાવાદઃ- રાજ્યના વાતાવરણમાં એક બાજૂવ ઠંકડ પ્રસરી છે શષિયાળાની મોસમ શરુ થી ચૂકી છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે.

આ સાથે જ બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પણ ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે.

ચક્રવાતી તોફાન “મૈડૂસ” સંદર્ભે પવનની મહત્તમ ગતિ 85 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે મંડસ ચક્રવાતને કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેની અસર ગુજરાત પર પણ થવાની આગાહી છે. જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ ખેડૂતો પણ ચિંતામાં સરી પજ્યા છે કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન થવાની સંભાવનાઓ છે, હવામાન વિભાગના ડાયરેક્ટરએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. ગુજરાતમાં હળવા વરસાદની સંભવના છે

આવતી કાલે 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે. ડાંગ , વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદ પજી શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે જેની અસર ગણા રાજ્યો પર છે ત્ય.ારે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે.