Site icon Revoi.in

તમારા આહારમાં રોજ ખવાતા રાઈસના પણ છે ઘણા પ્રકારો,જાણો કયા ચોખા શેમાં વપરાય છે

Social Share

આપણે સો કોઈએ સફેદ ચોખા ખાધા હશે આ સહીત ચોખા ઘણા પ્રકારના હોય છે જે જૂદી જૂદી ગુણવત્તાઓ ધરાવે છેસ દરેક પ્રકારના ચોખામાંથી આપણાને અનેક પોષક તત્વો મળે છે.તેનાથી પેટ તો ભરાય છે સાથે સાથે શરીરને પૂરતી એનર્જી પણ મળે છે. તો ચાલો જાણીએ જીદા જૂદા પ્રકારના ચોખા અને તેની મહત્વતા

ઈન્દ્રાયાણી ચોખા – ચોખાની આ જાત મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. તે અંબેમોહર ચોખાની વર્ણસંકર જાત છે. ચોખાનો ઉપયોગ સાદા ભાત, મસાલા ભાત, વાંગરી ભાત વગેરે તૈયાર કરવા માટે થાય છે.

પલક્કનડ મટ્ટા – કેરળના પલક્કડ જિલ્લામાં ઉત્પાદિત, તે સામાન્ય રીતે મટ્ટા ચોખા તરીકે ઓળખાય છે. આ ચોખાનો ઉપયોગ અપ્પમ, ઈડલી અને ઢોસા બનાવવા માટે કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે મટ્ટા ચેરા અને ચોલ વંશના સમયગાળા દરમિયાન પલક્કડ એક શાહી વાનગી હતી.

કાળા ચોખા – સ્થાનિક રીતે, કાળા ચોખા મણિપુરમાં ચક હાઓ અમુબી તરીકે ઓળખાય છે. મણિપુર અને તમિલનાડુમાં સામાન્ય રીતે કાળા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે

બાસમતી રાઈસ – આ લાંબા અનાજના ચોખા જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ઉત્પન્ન થાય છે. લાંબી શેલ્ફ લાઇફ, ફ્લફી ટેક્સચર અને સ્વાદ તેને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.જે બિરયાની અને પુલાવમાં વપરાય છે.

મોગરા ચોખા – તે બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તા વિકલ્પોમાંથી એક છે. હિન્દીમાં મોગરાનો અર્થ જાસ્મીન થાય છે, કારણ કે નામ સૂચવે છે કે આ ચોખા સુગંધિત છે અને તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ છે. મોગરા ચોખા દેશભરમાં પસંદ કરવામાં આવે છે.