Site icon Revoi.in

બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે ચીન ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ બ્રિટનમાં વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસ સાથે સ્પર્ધા કરી રહેલા ભારતીય મૂળના ઋષિ સુનકે કહ્યું છે કે, તેઓ ભારત સાથે બ્રિટનના સંબંધોને નવી ઊંચાઈ આપશે. તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને દ્વિમાર્ગી બનાવવામાં આવશે. તેનાથી યુકેના વિદ્યાર્થીઓ અને ભારતમાં કંપનીઓને ફાયદો થશે. ભારતીય મૂળના લોકોના એક કાર્યક્રમમાં ઋષિ સુનકે હિન્દીમાં પોતાનું ભાષણ શરૂ કર્યું અને કહ્યું, ‘નમસ્તે, સલામ અને કેમ છો અને કિદ્દા. તમે બધા મારા કુટુંબ છો. આ દરમિયાન તેમણે ફરી ચીન પર આકરા પ્રહાર કર્યાં હતા.

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં ઋષિ સુનકે બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘અમે જાણીએ છીએ કે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે બંને દેશો વચ્ચે જીવંત સેતુ તરીકે કામ કરીએ છીએ. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘આપણે બધા જાણીએ છીએ કે યુકે માટે ભારતમાં વસ્તુઓ વેચવાની અને કરવાની તક છે પરંતુ વાસ્તવમાં આપણે સંબંધોને અલગ રીતે જોવું પડશે કારણ કે આપણે હવે અહીં બ્રિટેનમાં ઘણુ બધુ ભારત પાસે શીખી શકીએ છીએ.