Site icon Revoi.in

શ્રીલંકામાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારોઃ રાંધણ ગેસના બાટલાની કિંમત રૂ. 2657

Social Share

દિલ્હીઃ શ્રીલંકા સરકારે ત્રણ દિવસ પહેલા જ આવશ્યક વસ્તુઓની મૂલ્ય સીમા ખતમ કરી નાખી છે. જેની સીધી અસર પ્રજા ઉપર જોવા મળી રહી છે. રાંધણ ગેસના બાટલાની કિંમત વધીને રૂ. 2657 ઉપર પહોંચી છે. આ ઉપરાંત દૂધ પાવડરની કિંમત પ્રતિ કિલો રૂ. 1195 ઉપર પહોંચી છે. આમ શ્રીલંકામાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થવા લોકોની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગેસ સિલેન્ડરની કિંમતમાં લગભગ 90 ટકાનો વધારો થયો છે. શુક્રવારે ગેસના બાટલની કિંમત રૂ. 1400 હતી, જેમાં 1257નો વધારો થતા હવે કિંમત રૂ. 2657 ઉપર પહોંચી છે. આવી જ રીતે દૂધ પાવડરની કિંમત ત્રણ દિવસમાં રૂ. 250નો વધારો થયો છે. આ ઉપરાંત શ્રીલંકામાં લોટ, ખાંટ સહિતની જીવન જરૂરીવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો થયો છે.

શ્રીલંકા સરકારના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની અધ્યક્ષતામાં તાજેતરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ દૂધ પાઉડર, ગેસ , લોટ અને સિમેન્ટ સહિતની જીવનજરૂરી વસ્તુઓના મૂલ્ય નિયંત્રણની પ્રણાલી ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે, કોરોના મહામારીને કારણે આર્થિક સમસ્યાથી લડી રહેલા શ્રીલંકાને 2020માં આયાત ઉપર પ્રતિબંધ લગાવેલી વિદેશી મુદ્રા ભંડારને બચાવવાનો ઉપાય કર્યો હતો. આ કારણે દેશમાં આવશ્યક વસ્તુઓની અછત ઉભી થઈ છે. ડોલરની અછતના કારણે આયાતકારો બહારથી સામાન મંગાવનારોની ચુકવણી શક્ય નથી. જેની આપૂર્તિ અટકી ગઈ છે.