Site icon Revoi.in

કોરોનાની ઝપેટમાં આવતા લોકોમાં ટીબીનું જોખમઃ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડ સંક્રમિતોને ટીબીનું પરિક્ષણ કરાવની સલાહ-સૂચના 

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના સંક્રમિતોમાં અનેક પ્રકારની ફરીયાદલજોવા મળએ છે, ત્યારે આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કોરોના સંક્રમિત વ્યક્તિઓને ટીબી રોગ વિકસિત કરવા માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. મંત્રાલયે કહ્યું કે ટીબી એ એક પ્રકારનો અવસરાદી સંક્રમણ છે.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે તમામ કોરોના સંક્રમિત લોકો માટે તમામ ટીબી સ્ક્રિનિંગની ભલામણ કરી છે. તાજેતરમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં ટીબીના કેસોમાં અચાનક વધારો થયો હતો. મંત્રાલયે કહ્યું કે જોકે, કોરોનાને કારણે ટીબીના કેસોમાં વધારો થયો હોવાના પૂરતા પુરાવા નથી.

મંત્રાલયે કહ્યું છે કે કોરોનાવાયરસની મહામારીને કારણે ગયા વર્ષે નોંધાયેલા ટીબીના કેસોમાં 25 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ તેની અસર ઘટાડવા માટે, તમામ રાજ્યો દ્વારા ટીબીના દર્દીઓની તપાસ માટે ઓપીડીમાં વિશેષ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છેસ અનેક પ્રકારના . સમુદાયોમાં પણ આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ટીબી અને કોવિડ 19 બંને રોગો ચેપી માનવામાં આવે છે અને મુખ્યત્વે આ બન્ને રોદ ફેફસામાં હુમલો કરે છે. ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો આ બંનેમાં જોવા મળે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે, તેઓ ઓગસ્ટ 2021 સુધીમાં ખાસ દેખરેખ તથા ટીબી અને કોવિડ -19 કેસ શોધી કાઢવાના પ્રયાસોમાં એકરૂપતા લાવે .

આ સમગ્ર બાબતે આ સિવાય પણ આરોગ્ય મંત્રાલયે પણ ઘણી સલાહ અને માર્ગદર્શન જારીકર્યા છે જેમાં ટીબી-કોવિડ અને ટીબી-આઈઆઈએલ/એસએઆરઆઈની બન્ને તરફના પરીક્ષણની જરૂરિયાતને પુનરોચ્ચારવામાં આવી છે. ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ તેનો અમલ કરી રહ્યા છે.

 

Exit mobile version