Site icon Revoi.in

હરિદ્રારમાં ગંગા નદી જોખમી સ્તરે, પ્રવાસીઓ માટે રિવર રાફ્ટિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ

Social Share

દહેરાદૂનઃ- ઉત્તરાખંડમાં વિતેલા દિવસને રવિવારથઈ જ વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે તો બીજી તરફ  હરિદ્રારમાં ગંગા નદીનું જળ સ્તર એટલું વધી ગયું છે કે લોકોને નદીની આસપાસ જતા અટકાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  રાજ્યમાં અવિરત વરસાદને કારણે હરિદ્વારમાં ગંગા નદી ચેતવણીના નિશાના પર વહી રહી છે. ચેતવણી ચિહ્ન 293 મીટર પર નોંધાયું  છે. વિતેલા દિવસને બપોરે એક વાગ્યે ગંગાનું જળસ્તર સૌથી વધુ 292.20 મીટર રહ્યું હતું. જો કે, સાંજે ગંગાનું જળ સ્તર ધીમે ધીમે સામાન્ય થઈ ગયું. સાંજે 5 વાગ્યે ગંગાનું જળસ્તર 291.20 મીટરે પહોંચ્યું હતું.જો કે આ સ્તર પણ જોખમી ગણાય છે.

વધુ મળતી વિતગ અનુસાર હરિદ્વારમાં ચોમાસાના પહેલા દિવસે સવારે 8 વાગ્યા સુધી વર્ષનો રેકોર્ડ 155 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે રોશનાબાદમાં 112 મીમી, લકસરમાં 55 મીમી, રૂરકીમાં 50 મીમી અને ભગવાનપુરમાં 42 મીમી વરસાદ નોંધાયો છે.

પ્રથમ દિવસે ખાબકેલા  વરસાદમાં હરિદ્વારની  હાલત ખરાબ થી હતી, રસ્તાઓ પર જાણે પાણીની નદીઓ વહેતી થઈ હતી  તો સાથે જ તેમાં અનેક વાહનો ડૂબી ગયા હતા, અહી મોટી મુશ્કેલીથી બાળકોને બચાવાયા હતા, તો કેટલાક સ્થળો ઘર ઘરાશયી પણ થયા હતા.

હરિદ્રારમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિમાં ગંગ નદીમાં પ્રવાસીઓ દે રિનર રાફ્ટિંગની મજા માણી શકતા હતા તેના પર હવે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છએ એટલે કે હવે રિવર રાફ્ટિંગ કરી શકાશે નહી,ભારે વરસાદના એલર્ટને કારણે ટિહરી પ્રશાસને કૌડિયાલા, મુનિકીરેતી, શિવપુરી, બ્રહ્મપુરી વિસ્તારોમાં રાફ્ટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

પ્રશાસને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક પગલા લીધા છે.  પર્વતીય વિસ્તારમાં વરસાદને કારણે ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે આગામી આદેશ સુધી રિવર રાફ્ટિંગની કામગીરી પર પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીનો પણ આદેશ જારી કરાયો છે.