Site icon Revoi.in

સાબરકાંઠાના વડાલીમાં ભારે વરસાદને કારણે રસ્તા થયા બંધ, લોકોની તકલીફ વધી

Social Share

ઈડર: સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવાર થી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો,જેમાં વડાલી પંથકમાં વહેલી સવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો,ત્યારે 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો વડાલી પંથકમાં ભારે વરસાદને લઈ અવરજવર માટેના રસ્તા બંધ થયા હતા.

તાલુકાના મોરડ અને ધામડી ગામ વચ્ચેનો તેમજ વાડોઠ અને નાદરી ગામ વચ્ચે આવેલા ડીપ પર સવારે વધુ પાણી આવતા અવરજવર માટેનો રસ્તો બંધ થયો હતો ત્યારે તાલુકા મથકે જતા નોકરી ધંધાવાળા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે ઉત્તર ગુજરાતના 51 થી 75% વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્યથી લઇ અઢી ઇંચ સુધી વરસાદની, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીના હળવાથી ભારે વરસાદની શક્યતાને લઇ યલો એલર્ટ અપાયું છે. આ બંને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચથી સવા 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.