Site icon Revoi.in

‘RRR’ને જાપાનમાં મોટી સફળતા,બોક્સ ઓફિસ પર 100 દિવસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની

Social Share

મુંબઈ:એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ સતત સફળતાના નવા રેકોર્ડ નોંધાવી રહી છે.આ ફિલ્મનું ગીત ‘નાટુ-નાટુ’ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર માટે નોમિનેટ થયું છે.આ પહેલા પણ આ ફિલ્મ ઘણા એવોર્ડ જીતી ચુકી છે.હવે આ ફિલ્મના નામમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે, જેણે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ ભારતનું નામ પણ ગૌરવવંતું કર્યું છે.ફિલ્મ ‘RRR’ જાપાનમાં બોક્સ ઓફિસ પર 100 દિવસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.

ફિલ્મ ‘RRR’ને જાપાનમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.ફિલ્મે બમ્પર કમાણી સાથે 100 દિવસ પણ પૂરા કર્યા છે.ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી પણ જાપાનમાં ‘RRR’ના 100 દિવસ પૂરા થવા પર ખૂબ જ ખુશ હતા.રાજામૌલીએ ટ્વિટ કરીને ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી હતી.તેણે લખ્યું, ‘તે દિવસોમાં કોઈ ફિલ્મ માટે 100 દિવસ, 175 દિવસ વગેરે ચાલવું એ મોટી વાત હતી.સમયની સાથે વ્યવસાયનું માળખું બદલાયું. તે મીઠી યાદો જતી રહી છે, પરંતુ જાપાની ચાહકો અમને આનંદની અનુભૂતિ કરાવે છે. લવ યુ જાપાન.

‘RRR’ જાપાનમાં 21 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ જાપાની દર્શકોનો ઘણો પ્રેમ મેળવી રહી છે.દેશમાં જ નહીં, વિદેશોમાં પણ ફિલ્મ ‘RRR’ની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મના ગીત નાટુ નાટુએ ઓસ્કાર નોમિનેશનની યાદીમાં સ્થાન મેળવીને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

ફિલ્મ ‘RRR’ 12 માર્ચે રિલીઝ થઈ હતી.આ ફિલ્મે વિશ્વભરના સિનેમાઘરોમાં રૂ. 1,200 કરોડની કમાણી કરી છે.ફિલ્મનું હિન્દી વર્ઝન 20 મેના રોજ Netflix પર રિલીઝ કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ વિશ્વભરમાં OTT પ્લેટફોર્મ પર ભારતની સૌથી લોકપ્રિય ફિલ્મ બની ગઈ હતી.ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને તાજેતરમાં 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો હતો.

 

Exit mobile version