Site icon Revoi.in

RRR ની નવી રિલીઝ તારીખ જાહેર થઈ,જાણો ક્યારે જોઈ શકશો આ ફિલ્મ

Social Share

મુંબઈ:પૈન-ઇન્ડિયા ફિલ્મ “RRR” ની તમામ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ પ્રકારની ફિલ્મો થિયેટરમાં જ જોવાની મજા આવે છે, ત્યારે જ તો RRR ના નિર્માતાઓએ રિલીઝની તારીખ થોડી વધારવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેઓ તેને રિલીઝ થિયેટરમાં જ કરશે.ફિલ્મ આવતા વર્ષે 7 જાન્યુઆરી 2022 ના રોજ રિલીઝ થશે.

મોસ્ટ અવેટેડ ફિલ્મ RRR દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. પૈન સ્ટુડિયોએ સમગ્ર ઉત્તર ભારતમાં નાટ્ય વિતરણ મેળવ્યું છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઇલેક્ટ્રોનિક રાઇટસ પણ ખરીદ્યા છે. પેન મરુધર ઉત્તર પ્રદેશમાં ફિલ્મનું વિતરણ કરશે.

નવા વર્ષની શરૂઆત સાથે દર્શકો થિયેટરોમાં એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જોવાનો આનંદ માણશે.આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસની સ્ટાર સ્ટડેડ કાસ્ટ છે, જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેનસન અને એલિસન ડૂડી સહાયક ભૂમિકામાં જોવા મળશે.

થોડા સમય પહેલા RRR ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. તે પછી કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ 13 ઓક્ટોબર, 2021 ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થશે.પરંતુ RRR ના સોશિયલ મીડિયા પેઝ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી હતી કે, ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ નહીં થાય,જેનું કારણ કોવિડ છે પરંતુ હવે દરેક જગ્યાએ થિયેટરો ખુલવા લાગ્યા છે.તો મેકર્સ તેને વિલંબ કર્યા વગર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.જોકે ચાહકો આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થવાની અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ 2022 ની ઘોષણાએ ચોક્કસપણે ચાહકોને થોડી નિરાશ કરી છે

 

Exit mobile version