Site icon Revoi.in

રશિયા-યુક્રેન યુદ્ધ : 3,726 ભારતીયોને પરત લાવવા માટે 19 ફ્લાઇટ્સ થશે રવાના

Social Share

નવી દિલ્હી: ગુરુવારે, IAF અને ભારતીય કેરિયર્સ યુક્રેનના પડોશી દેશોમાંથી 3,726 ભારતીયોને ભારત પરત મોકલશે, તેમ ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું.

ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે,ઓપરેશન ગંગા અંતર્ગત આજે 3726 ભારતીયોને પરત લાવવામાં આવશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આમાંથી 8 ફ્લાઇટ્સ બુકારેસ્ટથી, 2 ફ્લાઇટ્સ સુસેવાથી, 1 ફ્લાઇટ્સ કોસીસથી, 5 ફ્લાઇટ્સ બુડાપેસ્ટથી અને 3 ફ્લાઇટ્સ રઝેઝોથી આવશે. આની પેહલા પણ ભારતે 1400 માણસો યુક્રેનમાંથી પરત લવામા આવેલા, જ્યારે મહત્વની વાત એ જોવા મળે છે કે જ્યારે કોઈ પણ દેશ પોતાના દેશના નાગરિકોને નિકાલવા માટે પ્રયાસ કરી રહ્યું નથી ત્યારે ભારત પોતાના લોકોને રાશિયા અને યુક્રેનમાંથી બહાર નીકળવા મતે બહુ જ ઝડપી પગલાં લઈ રહી છે.

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરએ જણાવ્યું હતું કે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા 20,000 ભારતીયોમાંથી 6,000ને અત્યાર સુધીમાં દેશમાં પાછા લાવવામાં આવ્યા છે અને બાકીના લોકોને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે, આગળ તેમણે જણાવ્યા અનુસાર, “લગભગ 20,000 વિદ્યાર્થીઓ/નાગરિકો યુક્રેનમાં ફસાયેલા હતા. તેમાંથી 4,000ને 24 ફેબ્રુઆરી પહેલા ભારત પરત લાવવામાં આવ્યા હતા. વધારાના 2,000 વિદ્યાર્થીઓને મંગળવાર સુધી ભારત પરત લાવવામાં આવ્યા હતા અને ત્યાં અટવાયેલા બાકીના ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.”