Site icon Revoi.in

યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું રશિયા, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને બદલ્યો નિર્ણય

Social Share

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઈને મોટી જાણકારી સામે આવી છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે, યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરે તેવી શક્યતા હતી, જેને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ભૂમિકા નિભાવી હતી. આ રિપોર્ટમાં 2 વરિષ્ઠ અધિકારીોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયા તરફથી સંભવિત પરમાણુ હુમલાને લઈને અમેરિકા તૈયારીઓમાં લાગેલું હતું. રિપોર્ટમાં દાવો કરવાાં આવ્યો છે કે પીએમ મોદીની વ્લાદિમીર પુતિન સુધીની પહોંચ અને અન્ય દેશોના હસ્તક્ષેપે આ પરમાણુ આફતને રોકવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ જણાવ્યુ છે કે જૉ બાઈડેન પ્રશાસનની ચિંતા હતી કે યુક્રેનને આંચકો આપવા માટે રસિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. તેમણે કહ્યુ છે કે આને લઈને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક સાધવામાં આવ્યો. તેની સાથે જ આ મામલા પર જાહેર નિવેદનબાજીથી પણ સંકટ ટાળવામાં મદદ મળી. અધિકારીઓએ કહ્યુ છે કે અમે આ સંકટને ટાળવા માટે ઘણાં બધાં પગલા ભર્યા. તેને લઈને તેમમે સીધા મેસેજ આપવામાં આવ્યા. તેની સાથે પ્રેસ અને અન્ય દેશોને પણ અપીલ કરવામાં આવી. ખાસ કરીને એ દેશો પર વધારે ભાર મૂકવામાં આવ્યો, જેમની વાતને ગંભીરતાથી લેવાય છે

મહત્વપૂર્ણ છે કે ભારતે સીધા યુક્રેન યુદ્ધને લઈને રશિયાની ક્યારેય ટીકા કરી નથી. પરંતુ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને કહ્યુ હતુ કે આ યુદ્ધનો સમય નથી. પીએમ મોદીનું આ ભાષણ ઘણું પોપ્યુલર થયું હતું. ત્યાં સુધી કે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોંએ તેને સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી દોહરાવ્યું હતું અને તેને લઈને મોદીના વખાણ કર્યા હતા. આ સિવાય જી-20નું ઘોષણાપત્ર જાહેર કરાયું, તેમાં પણ મોદીની આ ખાસ પંક્તિઓને સ્થાન મળ્યું. આ પ્રકારે તેમણે દુનિયાને દેખાડયું કે શા માટે તેમની ગ્લોબલ કૂટનીતિ ચોંકાવે છે.

રિપોર્ટ મુજબ, આ 2022ની વાત છે કે જ્યારે અમેરિકાના અધિકારી ઘણાં પરેશાન હતા. તેમને ડર હતો કે યુક્રેનમાં વધતા પડકારોની સામે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આ ચર્ચાઓ એ સમયે ગરમ હતી, જ્યારે યુક્રેનની સેના દક્ષિણમાં રશિયાના કબજા હેઠલના ખેરોસન તરફ આગળ વધી રહી હતી. તેને લઈને રશિયાને ચિંતા થઈ કે જો યુક્રેનના સૈનિક આગળ વધી ગયા તો ખેરસોન તેમના હાથમાંથી નીકળી શકે છે ને તેમની સેનાનો ઘેરાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં અમેરિકાના અધિકારીઓનું માનવું હતું કે તેમના ભારે નુકશાનથી ક્રેમલિનની હલચલ વધશે અને તેઓ બિનપરંપરાગત અથવા પરમાણુ સાધનોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત થઈ શકે છે.

રશિયા અને યુક્રેનની વચ્ચેનું યુદ્ધ હજી સુધી સમાપ્ત થયું નથી. યુક્રેન પર રશિયાના હવાઈ હુમલામાં શનિવારે એક કિશોર સહીત 2 લોકોના મોત નીપજ્યા. રશિયાએ યુક્રેનના યુદ્ધવિમાનો અને વિભિન્ન પ્રાંતોમાં ઘણાં ડ્રોનને નષ્ટ કરવાનો દાવો કર્યો. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે રશિયાને યુદ્ધમાં બઢત પ્રાપ્ત થઈ છે, જ્યારે યુક્રેનને શસ્ત્ર સરંજામની અછતનો સામનો કરવો પડી રહયો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેમની સેનાઓએ યુક્રેનની સીમાથી લાગેલા રોસ્તોવ ક્ષેત્રમાં 41 ડ્રોન્સને નષ્ટ કરી દીધા છે.તેણે કહ્યું છે કે અન્ય બે પ્રાંતોમાં પણ 5 ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે. મંત્રાલયે એ પણ દાવો કર્યો છે કે વાયુસેનાએ પ્રોક્રોવ્સ્કની ઉપર એક યુક્રેની મિગ-29 યુદ્ધવિમાનને નષ્ટ કરી દીધું છે.