Site icon Revoi.in

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત,’આવતા વર્ષે રશિયા BRICSની અધ્યક્ષતા કરશે’

FILE PHOTO: Russian President Vladimir Putin attends a meeting with members of the "Business Russia" public organisation at the Kremlin in Moscow, Russia May 26, 2023. Sputnik/Mikhail Klimentyev/Kremlin via REUTERS

Social Share

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષે બ્રિક્સ દેશોની અધ્યક્ષતા કરશે. પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશો સામે આક્રમક વલણ અપનાવ્યું. તેણે વૈશ્વિક વ્યવસ્થા માટે પશ્ચિમી દેશોને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે આવતા વર્ષે રશિયાની અધ્યક્ષતામાં બ્રિક્સ સંમેલન યોજાશે, જે ન્યાયી વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે સમર્પિત હશે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આગામી બ્રિક્સ સમિટ રશિયાના શહેર કઝાનમાં યોજાશે. આ સમય દરમિયાન અમે વર્તમાન પરિસ્થિતિને યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરીશું. નિયમો આધારિત વિશ્વ વ્યવસ્થા વાસ્તવમાં અસ્તિત્વમાં નથી.રાજકીય એજન્ડા, હિતો અને પ્રચાર પ્રમાણે તે દરરોજ બદલાય છે. અમે અમારા શિખર સંમેલનમાં સ્પષ્ટ કરીશું કે આ દુનિયામાં અન્ય શક્તિશાળી દેશો પણ છે, જે નિયમોનું પાલન કરવા માંગતા નથી. અન્ય શક્તિશાળી દેશો મૂળભૂત નીતિઓના આધારે વિકાસ કરવા માંગે છે.

BRICS, જો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું ટૂંકું નામ છે, તે એક અનૌપચારિક ભાગીદારી છે જે સભ્ય દેશો વચ્ચે સહકાર અને સંચારને પ્રોત્સાહન આપે છે. BRICS દેશો વચ્ચે કોઈ ઔપચારિક અથવા કાયદેસર રીતે બંધનકર્તા કરાર નથી. BRICS શબ્દની રચના જિમ ઓ’નીલ દ્વારા કરવામાં આવી હતી, જેમણે તે સમયે વૈશ્વિક અર્થતંત્રમાં આ દેશોની સંભવિતતા પર ભાર આપવા માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બ્રિક્સ કોન્ફરન્સમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ ભાગ લેતા હતા. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પછી આવું બન્યું છે. અગાઉ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS સમિટ યોજાઈ હતી. ત્યારબાદ પુતિને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોન્ફરન્સમાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો. હકીકતમાં, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનમાં બાળકોના અપહરણ અને ક્રૂરતાના મામલામાં ઇન્ટરનેશનલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેણે પુતિન સામે વોરંટ પણ જારી કર્યું છે.