Site icon Revoi.in

ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનશે રશિયાની AK-203, યુપીમાં થશે તૈયાર

Social Share

લખનઉ:વીજળીની ઝડપે ચાલતી રશિયાની AK-203 રાઈફલ ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનવાનું શરૂ કરશે.આ માહિતી રશિયાના રાજ્ય સંરક્ષણ એકમ રોસોબોરોનેક્સપોર્ટના મહાનિર્દેશક એલેક્ઝાન્ડર મિખીવે આપી હતી.તેને ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીમાં બનાવવામાં આવશે.

મિખીવે કહ્યું,અમારી યોજનાઓમાં ભારતમાં પ્રખ્યાત રશિયન એસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદનના 100 ટકા સ્થાનિકીકરણનો સમાવેશ થાય છે.તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે,ભારત અને રશિયાનું આ સંયુક્ત સાહસ ભવિષ્યમાં વધુ ઉત્પાદન કરી શકે છે.આ ઉપરાંત, કંપની 18 થી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાનાર ડેફએક્સપો ઇવેન્ટમાં પણ ભાગ લઈ રહી છે.

Rosoboronexportના એક નિવેદન અનુસાર, DefExpo ઇવેન્ટમાં, કંપની એસોલ્ટ રાઇફલ્સને કસ્ટમાઇઝ કરવા અને આર્મી કર્મચારીઓને સજ્જ કરવા માટે ડિઝાઇન કરાયેલ વધારાના અદ્યતન સાધનોની વિશાળ શ્રેણી રજૂ કરશે.કંપની સશસ્ત્ર દળો અને દેશની અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ માટે AK-203ના ઉત્પાદન અને સપ્લાય અંગે પણ ચર્ચા કરશે.