Site icon Revoi.in

વડોદરામાં સાત બેઠકો પર ભગવો લહેરાયો, એક બેઠક પર અપક્ષની જીત.. જાણો કઈ બેઠક પર કોણ જીત્યું?

Social Share

વડોદરા : ઉલ્લેખનીય છે કે વડોદરાની આઠમાંથી સાત બેઠકો પર ભાજપે ભારે બહુમતીથી જીત મેળવી છે. જયારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. વાઘોડીયાની સીટ પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે જીતી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા સિટી સીટ પર પાંચ ડિસેમ્બરે બીજા ચરણમાં મતદાન કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લામાં કુલ 10 વિધાનસભા ક્ષેત્ર છે. જેમાં એક ક્ષેત્ર વડોદરા શહેર અનુસૂચિત જાતિ (SC) માટે આરક્ષિત છે. જેમાં  ભાજપના ઉમેદવાર અને સીટિંગ ધારાસભ્ય મનીષા વકીલ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જયારે સામી તરફ કોંગ્રેસના ગુણવંતરાય પરમાર અને આમ આદમી પાર્ટીના જિગર સોલંકીને મેદાનમાં છે.  અકોટા બેઠક પર ભાજપના ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ જીતીચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના સીમાબેન અક્ષયકુમાર મોહિલે જીત્યા હતા.ડભોઈ બેઠક પર ભાજપના શૈલેષભાઈ મહેતા INCના બાલકૃષ્ણભાઈ નારણભાઈ પટેલની સામે જીતી ચૂક્યા છે.

કરજણ બેઠક પરથી ભાજપના અક્ષય કુમાર ઈશ્વરભાઈ પટેલે  કોંગ્રેસના પ્રિતેશ કુમાર પર જીત મેળવી છે. ગત ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલ જીત્યા હતા, આ વખતે તેઓ ભાજપમાં જોડાઈને ચૂંટણી લડ્યા હતા. આમ આદમી પાર્ટીએ પરેશ પટેલને ટિકિટ આપી હતી.  માંજલપુરથી છેલ્લી ચૂંટણી જીતેલા ભાજપના યોગેશ પટેલ ફરીથી જીતી ચુક્યા છે. પાદરા બેઠક પરથી ભાજપના ચૈતન્ય પ્રતાપ સિંહ જીત મેળવી ચુક્યા છે.  રાવપુરા બેઠક પરથી ભાજપના બાલકૃષ્ણ શુક્લા કોંગ્રેસના સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલ પર જીત મેળવી ચુક્યા છે.

ગત ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ત્રિવેદીનો વિજય થયો હતો. જો કે તેમના સ્થાને આ વખતે પાર્ટીએ બાલકૃષ્ણ શુક્લાને તક આપી છે. આમ આદમી પાર્ટી તરફથી હિરેન શિર્કે મેદાનમાં ઉતર્યા હતા. ભાજપના કેતનભાઈ ઇનામદાર સાવલી બેઠક પરથી જીતી ચુક્યા છે.  ઇનામદાર આ બેઠક પરથી છેલ્લી ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસે કુલદીપ સિંહ રાઉલ જી અને આમ આદમી પાર્ટીએ વિજયકુમાર ચાવડાને સફળતા મળી નથી. ભાજપના કેયુર રોકડિયા સયાજીગંજથી સફળ થઇ ચુક્યા છે.

ગત ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના જિતેન્દ્ર રતિલાલ સુખડિયાનો વિજય થયો હતો. આ બેઠક પરથી કોંગ્રેસે અમી રાવત અને આમ આદમી પાર્ટીએ સેજલ વ્યાસને મેદાનમાં ઉતાર્યા હતા. વાઘોડિયા બેઠક અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ચુક્યા  છે. તેમની સામે  ભાજપના અશ્વિનભાઈ નટવરભાઈ પટેલ,કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડ અને અપક્ષ અને ભાજપના બળવાખોર મધુભાઈ બાબુભાઈ શ્રીવાસ્તવ ઉભા હતા.
(ફોટો: ફાઈલ)