1. Home
  2. Tag "ELECTION-2022"

વડોદરામાં સાત બેઠકો પર ભગવો લહેરાયો, એક બેઠક પર અપક્ષની જીત.. જાણો કઈ બેઠક પર કોણ જીત્યું?

વડોદરા : ઉલ્લેખનીય છે કે વડોદરાની આઠમાંથી સાત બેઠકો પર ભાજપે ભારે બહુમતીથી જીત મેળવી છે. જયારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. વાઘોડીયાની સીટ પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે જીતી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા સિટી સીટ પર પાંચ ડિસેમ્બરે બીજા ચરણમાં મતદાન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં કુલ […]

ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે, ભાજપે ભૂપેન્દ્ર પટેલને સીએમ જાહેર કર્યાં

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજ સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીના વલણો અનુસાર, પાર્ટીએ રાજ્યમાં 155 સીટો પર લીડ મેળવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ ઘણી પાછળ છે. કોંગ્રેસને અત્યાર સુધી માત્ર 18 સીટો પર જ સરસાઈ મળી છે. આગામી 12મી ડિસેમ્બરના રોજ બપોરના 2 કલાકે ગાંધીનગર હેલિપેડ ખાતે શપથ વિધી […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ચૂંટણીપંચ ઉપર કર્યાં આક્ષેપ

અમદાવાદ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતુ. દરમિયાન ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે રોડ શો અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. પ્રદેશ પ્રમુખ […]

વિધાનસભાની 182 બેઠકો ઉપર દસ હજારથી વધારે મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે, બીજી તરફ મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં 4.91 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. દરમિયાન 10 હજારથી વધારે મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના છે. પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 5,115 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ […]

ચૂંટણી 2022: ગુજરાતમાં 75 વર્ષથી વધુ ઉંમરના નેતા તથા MP-MLAના સંબંધીઓને BJP નહીં આપે ટિકીટ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસારની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ભાજપમાં 75 વર્ષથી વધુના નેતા અને સાંસદ-ધારાસભ્યોના પરિવારજનોને ચૂંટણીની ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપ અધ્‍યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, હવે કોઈ સગા સંબંધીને કોઈ પ્રકારે […]

હિમાચલપ્રદેશ ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલનમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસને ઘેરી હતી. તેમજ હિમાચલમાં ફરીથી ભાજપની સરકાર બનવાના પીએમ મોદીએ દાવો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદરનગરમાં પણ જાહેર સભાને સંબોધી […]

પાંચ રાજ્યોની ચૂંટણીઃ યોગી સહિત 3 મુખ્યમંત્રીઓની જીત, બે સીએમ હાર્યાં

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ લોકોને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં અનેક મોટા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક લાખ મતથી વિજય થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવત અને મણિપુરના મુખ્યમંત્રી એન […]

પંજાબમાં સરકાર બન્યા બાદ સૌ પ્રથમ યુવાનોને રોજગારી પુરી પાડીશુઃ આપ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણો અનુસાર ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપ સરકાર બનાવવાની દીશામાં આગળ વધી રહી છે. જો કે, પંજાબમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે, અહીં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. દિલ્હીમાં આપની જીતને પગલે આમ આદમી પાર્ટીના […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાશે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તેમજ તમામ ઈવીએમ સ્ટોંગ રૂમમાં સાચવીને રાખવામાં આવ્યાં છે. ગુરુવારે તમામ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રેદેશમાં ભાજપ અને પંજાબમાં આપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતા હોવાનું સામે આવ્યું છે. જો કે, પાંચ રાજ્યોમાં કોની સરકાર […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે અત્યાર સુધી રૂ. 1000 કરોડથી વધુની મતા જપ્ત કરી

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા નાણાની હેરાફેરી સહિતની પ્રવૃતિને અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. દરમિયાન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુની જપ્તી કરી છે. ચૂંટણી પંચે મોનિટરિંગ પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં મની પાવરના જોખમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code