1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિધાનસભાની 182 બેઠકો ઉપર દસ હજારથી વધારે મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના
વિધાનસભાની 182 બેઠકો ઉપર દસ હજારથી વધારે મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના

વિધાનસભાની 182 બેઠકો ઉપર દસ હજારથી વધારે મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે, બીજી તરફ મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં 4.91 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. દરમિયાન 10 હજારથી વધારે મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના છે. પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 5,115 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે, એમ મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ 100 વર્ષથી વધુની ઉંમરના છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા 5 જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદામાં 69, પોરબંદરમાં 109 તેમજ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠામાં 382, ગાંધીનગરમાં 260, મહેસાણામાં 238, અરવલ્લીમાં 200, સાબરકાંઠામાં 164 શતાયુ મતદારો નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કચ્છમાં 444, જુનાગઢમાં 395, અમરેલીમાં 372, જામનગરમાં 298, ગીર સોમનાથમાં 278, સુરેન્દ્રનગરમાં 278, મોરબીમાં 175, દેવભૂમિ દ્વારકામાં 174, બોટાદમાં 168 શતાયુ મતદારો છે.

મધ્ય ગુજરાતમાં વડોદરામાં 716, દાહોદમાં 531, આણંદમાં 332, ભરૂચમાં 312, ખેડામાં 280, પંચમહાલમાં 237, છોટાઉદેપુરમાં 145, મહિસાગરમાં 132 તેમજ નર્મદા જિલ્લામાં 69 શતાયુ મતદારો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લામાં 422, વલસાડમાં 238, નવસારીમાં 133, તાપીમાં 67 તેમજ ડાંગ જિલ્લામાં 08 શતાયુ મતદારો નોંધાયા છે.

ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓ કે જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે વરિષ્ઠ મતદારોએ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરવું હોય તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. જેમાં 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો ઉપરાંત, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code