
તમને પણ મીઠૂં પાન ભાવે છે,પણ તમે જાણો છો આ પાનથી વાળને પણ બનાવી શકાય છે મુલાયમ અને સુંદર
- ખાવામાં આવતું પાન વાળની સુંદરતા પણ વધારે છે
- વાળને મુલાયમ બનાવે છે પાનનો રસ
શિયાળો આવતાની સાથે જ વાળ જાણે બેજાન ,રુસ્ક અને બરછડ બની જાય છે,આ સાથે જ ડ્રાય વાળ થવાથી વાળ તૂવા ,ખરવા અને ગ્રોથ અટકી જવાની ફરીયાદ પણ થાય છે,આ ઋતુમાં આપણે આપણા વાળની ખાસ રીતે કાળજી લેવી જોઈએ ,ખાવામાં આવતું મીઠું પાન જે આપણાને ભાવતું હોય છે જો કે આ પાનના ઉપયોગથી તમે તમારા વાળને પણ સારા બનાવી શકો છો,વાળની સમસ્યાઓ માટે પાન એક ઔષધિ સમાના સાબિત થાય છે,તો ચાલો જાણીએ કઈ રીતે કરવો જોઈએ પાનનો વાળમાં ઉપયોગ.
આ રીતે પાનના પત્તાની બનાવો પેસ્ટ
આ માટે પહેલા તૉમે 6 થી 7 નંગ પાનના પત્તા લઈલો હવે તેને મિક્સરમાં ક્રશ કરીલો ,ક્રશ થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢીલો હવે તેમાં 2 ચમચી નારિયેળનું તેલ એડ કરીને એક પેસ્ટ બનાવી દો.
આ રીતે કરો વાળમાં અપ્લાય
સૌથી પહેલા વાળને ધોઈને કોરો કરી લો,ત્યાર બાદ આ પેસ્ટને બધા જ વાળ અને સ્કેલ્પ પર લગાવી લો.ગભગ એક કલાક બાદ વાળને શેમ્પૂથી ધોઈ લો.તમે અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરી શકો છો.
આ સાથે જ તમે 4 નંગ પાનના પત્તા, જાસૂદના એક વાટકી ફૂલના પાન, 1 વાટકી તુલસીના પાન અને 2 ચમચી તલનું તેલ લઈને પણ પેસ્ટ બનાવી શકાય છે.
સૌથી પહેલા પાનના પત્તાને પીસી લો.ત્યારબાદ તેને એક બાઉલમાં લો અને તેમાં તલનું તેલ, જાસૂદની પત્તીઓ તુલસીના પાન મિક્સ કરો અને પેસ્ટ બનાવી લો.વાળને ધોઈને આ પેસ્ટ લગાવી લો.
આ દરેક ઉપાયથી વાળ કાળા ઘટ્ટ બને છે,વાળ ખરતા બંધ થાય છે અને જો વાળની સ્કેલ્પ પર સફેદ પ્રદાર્થ હોય તો તેપણ દૂર થાય છે.વાળની દરેક સમસ્યામાં આ બન્ને પેસ્ટ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.