સુરેન્દ્રનગર,12 જુન, 2026 : 4 police personnel suspended જિલ્લાના ચોટીલા વિસ્તારમાં આવેલી નાની મોલડી નજીક પવનપુત્ર રાજસ્થાની હોટલના કમ્પાઉન્ડમાં ચાલતી કેમિકલ ચોરીના નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 8330 કિલોગ્રામ કેમિકલ અને કુલ 45.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ચુનીલાલ તુલસીરામ ગામેતી અને આશિષકુમાર યાદવની અટકાયત કરવામાં આવી હતી. કેમિકલ ચોરીના કૌભાંડમાં સ્થાનિક પોલીસની લાપરવાહી જણાતા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (PSI) સહિત કુલ ચાર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ફરજ મોકૂફ) કરી દેવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી હતી કે, ગઈકાલે તા. 10 જૂન 2026ના રોજ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા હાઈવે પર આવેલી ‘પવનપુત્ર રાજસ્થાની હોટલ’ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન હોટલની પાછળના વિસ્તારમાંથી આશરે 8,330 કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા કેમિકલની કિંમત અંદાજે ₹10,81,234 હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹45,98,634ની કિંમતનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થતાં ફરજમાં બેદરકારી બદલ નીચેના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ વિભાગની આ કડક કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફરજમાં બેદરકારી, ગેરરીતિ કે ભ્રષ્ટાચારને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. હાલ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


