Homeગુજરાતીન્યૂઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

વેલિંગ્ટન, 12 જૂન 2026: ક્રિકેટ જગતમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ ઓલ-ફોર્મેટ રન-સ્કોરર અને વિશ્વના મહાનતમ બેટ્સમેનોમાંના એક કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પોતાના નિવૃત્તિની (સંન્યાસ) સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 35 વર્ષીય વિલિયમસનના આ અચાનક લેવાયેલા નિર્ણયથી વિશ્વભરના તેના કરોડો ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.

કેન વિલિયમસને ગત નવેમ્બર મહિનામાં જ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ તેઓ ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી રમવાનું ચાલુ રાખશે તેવી આશા હતી. પરંતુ હવે તેમણે બાકીના બંને ફોર્મેટમાંથી પણ સંપૂર્ણપણે દૂરી બનાવવાનો નિર્ણય કરીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. કીવી ટીમના આ પૂર્વ કેપ્ટને પોતાની ક્લાસિક બેટિંગ અને શાંત સ્વભાવથી ક્રિકેટના મેદાન પર એક આગવી ઓળખ ઊભી કરી હતી.

કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ તરફથી ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન છે. ન્યૂઝીલેન્ડને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું પ્રથમ ટાઈટલ જીતાડવામાં અને વર્ષ ૨૦૧૯ ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું હતું. મોર્ડન ક્રિકેટના ‘ફેબ-ફોર’માં સામેલ વિલિયમસનની નિવૃત્તિ સાથે જ ન્યૂઝીલેન્ડ અને વૈશ્વિક ક્રિકેટના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને દિગ્ગજ ક્રિકેટરો તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

સંબંધિત લેખો

Most Popular