Homeગુજરાતીગુજરાતરાજકોટમાં ભોમેશ્વર પાસે નવ નિર્મિત ઓવરબ્રિજનું કાલે શનિવારે લોકાર્પણ કરાશે

રાજકોટમાં ભોમેશ્વર પાસે નવ નિર્મિત ઓવરબ્રિજનું કાલે શનિવારે લોકાર્પણ કરાશે

રાજકોટ,12 જુન, 2026 : Newly constructed bridge in Rajkot inaugurated on Saturday  શહેરમાં જામનગર રોડ પર ભોમેશ્વર પાસે સાંઢીયા પુલના સ્થાને કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ફોરલેન ઓવરબ્રિજનું આવતી કાલે શનિવારે સવારે 10 વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાતાં જ જામનગર રોડ તરફથી રોજિંદી અવરજવર કરતા હજારો વાહનચાલકોને વર્ષો જૂની અને જટિલ ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.

રાજકોટ શહેરમાં જામનગર રોજ પર ભોમેશ્વર નજીક કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બની ગયા બાદ લોકાર્પણ કરવામાં આવતુ નહતું. અને લોકો બ્રિજના લોકાર્પણની રાહ જોઈ રહ્યા હતા. હવે આવતી કાલે શનિવારે સવારે 10 વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. કાલે લોકાર્પણ બાદ નાના વાહનોની સાથે-સાથે ભારે વાહનો પણ આ ફોરલેન બ્રિજ પરથી પસાર થઈ શકશે, જેના કારણે શહેરના અન્ય વૈકલ્પિક માર્ગો પર થતું ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને વાહનચાલકોના સમય તથા ઈંધણની મોટી બચત થશે.

શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જામનગર રોડ પર ભોમેશ્વર પાસે આવેલા 40 વર્ષથી વધુ જૂના સાંઢિયા પુલના સ્થાને 74.32 કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો પડકાર રેલવે ટ્રેક પરના ભાગને તોડવાનો હતો કારણ કે, આ કામગીરી દરમિયાન રેલવે વ્યવહારને નુકસાન ન થાય અને સલામતી જળવાઈ રહે તે અત્યંત જરૂરી હતું. મ્યુનિ. દ્વારા ત્રણ મહિનાની સઘન મથામણ અને વિવિધ ટેકનિકલ પ્રસ્તાવો રજૂ કર્યા બાદ રેલવેની મંજૂરી મળી હતી. અને રેલવે ટ્રેક પરનો ભાગ તોડવા માટે ‘ડાયમંડ કટિંગ ટેકનોલોજી’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular