1. Home
  2. Tag "Legislature"

ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયકને વિધાનસભા ગૃહએ આપી મંજુરી

ગાંધીનગરઃ સી.એસ.આર.માં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિક્સે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે એવું મહેસુલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. આ વિધેયક બજેટ સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગનો હવાલો […]

રાષ્ટ્રીય બાલિકા દિને નિમિત્તે તેજસ્વીની વિધાનસભા યોજાઈ, વિદ્યાર્થિનીઓએ ગૃહનું કર્યું સંચાલન

ગાંધીનગરઃ રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથેસાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર બુધવારે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. સમગ્ર દેશમાં […]

વિધાનસભાની 182 બેઠકો ઉપર દસ હજારથી વધારે મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે, બીજી તરફ મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં 4.91 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. દરમિયાન 10 હજારથી વધારે મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના છે. પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 5,115 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ […]

ઢોર નિયંત્રણ કાયદાને હળવો કરીને ફરીવાર સુધારા સાથે વિધાનસભામાં રજુ કરાય તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ગુજરાત કેટલ કંન્ટ્રોલ બીલ મંજુર કરાયા બાદ રાજ્યના માલધારીઓનો ભારે વિરોધ થતા સરકાર બીલનો અમલ કરી શકતી નથી. હવે આગામી વિધાનસભાના સત્રમાં સુધારા-વધારા સાથેનું બીલ ગૃહમાં પુનઃ રજુ કરવામાં આવશે. એવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ગુજરાતમાં નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની રહી છે. અને હાઈકોર્ટનો ટકોર […]

લો બોલો, રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળામાં 7098 શિક્ષકો યોગ્ય લાયકાત વિનાના !

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલોમાં સંતાનોને ભણાવવામાં વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં બીલાડીની ટોપની જેમ ખાનગી શાળાઓ ખુલવા લાગી છે. દરમિયાન વિધાનસભામાં સરકારે ખાનગી પ્રાથમિક શાળાઓને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યની 3065 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 જેટલા શિક્ષકો યોગ્ય લાયકાત વિના ભણાવતા હતા. ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે […]

ગુજરાતમાં ખાધ્યતેલના ભાવ વધારા મુદ્દે વિધાનસભામાં થયો હંગામો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્યતેલના ભાવમાં થયેલો મુદ્દે વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. તેમજ તેલના ભાવમાં થયેલો વધારા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં હંગામો મચાવ્યો હતો. તેમજ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પણ કોંગ્રેસે સુત્રોચ્ચાર પણ કર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર તેલીયા રાજાઓ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code