Site icon Revoi.in

પ્રદૂષણ વધવાને કારણે એર પ્યુરિફાયરના વેચાણમાં ૩૦ ટકાનો ઉછાળો

Social Share

દિલ્હી:પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રૂમ એર પ્યુરિફાયરના વેચાણમાં તેજી જોવા મળી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પછી એર પ્યુરીફાયરનું વેચાણ વધી રહ્યું છે. આ દરમિયાન દેશમાં એર પ્યુરીફાયરનો બિઝનેસ રૂ. 500 કરોડને પાર કરી ગયો છે. આ પ્રોડક્ટના કુલ વેચાણમાં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતનો હિસ્સો ત્રણ ચતુર્થાંશ છે.

આ સિઝનમાં નવા મોડલની રજૂઆત સાથે એર પ્યુરિફાયર કંપનીઓ માત્ર ખરાબ હવાની ગુણવત્તાથી જ નહીં પરંતુ સાર્સ -CoV-2 વાયરસના જોખમથી પણ રક્ષણ આપવાનો દાવો કરી રહી છે. યુરેકા ફોર્બ્સના મેનેજિંગ ડિરેક્ટર અને CEO માર્જિન આર શ્રોફે જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે અમારી પ્રોડક્ટ્સની નવી શ્રેણી 2021 દરમિયાન નોંધપાત્ર બજાર હિસ્સો મેળવશે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે દેશભરના હજારો પરિવારોને જરૂરી રાહત આપશે.

તેમણે આંકડા આપ્યા વિના જ કહ્યું કે,આ શ્રેણીમાં કંપનીના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 30 ટકાનો વધારો થયો છે. કેંટ આરઓના સ્થાપક અને ચેરમેન મહેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે,ગયા વર્ષની સરખામણીએ કંપનીએ આ સિઝનમાં વેચાણમાં પહેલેથી જ વધારો જોયો છે અને શિયાળાના અંત સુધી આ ગતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે.

તેમણે કહ્યું કે, અગાઉ 70 ટકા કેંટ એર પ્યુરીફાયર દિલ્હી એનસીઆરમાં વેચાતા હતા, પરંતુ આ વર્ષે તેમની માંગ અન્ય શહેરોમાંથી પણ વધી છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરની નજીક છે. આને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે શનિવારે એક અઠવાડિયા માટે શાળાઓ બંધ રાખવા સહિત અનેક કટોકટીના પગલાંની જાહેરાત કરી હતી.