Site icon Revoi.in

સલમાન ખાને પોતાની ફિલ્મ ‘કભી ઈદ કભી દીવાલી’નું નામ બદલ્યું- ફિલ્મનું ટાઈટલ રાખ્યું ‘ભાઈજાન’

Social Share

મુંબઈઃ- છેલ્લા 2 દિવસથી બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ચર્ચામાં જોવા મળે છે.સલમાનખાનને જાનથી મારી નાખવાની ઘમકી ભર્યો પત્ર મળ્યો હતો ા પત્ર તેમના પિતા સલીમખાન જ્યારે મોર્નિગં વોક પર ગયા હતા ત્યારે કોઈ વ્યક્તિ મૂકીને જતો રહ્યો હતો,ત્યારથી સલમાનખાન મીડિયાની હેડલાઈનમાં ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ કભી ઈદ કભી દિવાલીને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે.

ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’નું શૂટિંગ તાજેતરમાં શરૂ થયું છે. જ્યારથી શૂટિંગ શરૂ થયું છે ત્યારથી ફિલ્મની સ્ટારકાસ્ટમાં તો ક્યારેક શૂટિંગ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે નિર્માતાઓએ ફિલ્મનું ટાઇટલ બદલવાનો નિર્ણય કર્યો છે. જો આ મામલે રિપોર્ટ્સનું માનીએ તો હવે સલમાન ખાનની ફિલ્મનું નામ ‘કભી ઈદ કભી દિવાલી’ નહીં પરંતુ ‘ભાઈજાન’ હશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઘમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ધમકી વચ્ચે અભિનેતાએ તેની આગામી ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણ છે કે અભિનેતા તેના પ્રોડક્શન હાઉસમાં બની રહેલી ફિલ્મ ‘ભાઈજાન’ના શૂટિંગ માટે હૈદરાબાદથી મુંબઈ રવાના થયો છે. અહીં તેમનું 25 દિવસનું શેડ્યૂલ છે.જ્યા તેમની સુરક્ષાનું પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વર્ષના એન્ડમાં ફિલ્મ થશે રિલીઝ

‘ભાઈજાન’માં સલમાન ખાન સહીત પૂજા હેગડે, રાઘવ જુયાલ અને તેલુગુ અભિનેતા વેંકટેશ દગ્ગુબાતી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજી કરી રહ્યા છે. આ ફિલ્મ 30 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Exit mobile version