Site icon Revoi.in

સલમાન ખાન 25 વર્ષ પછી કરણ જોહરની ફિલ્મ કરશે,એક્શનથી હશે ભરપૂર

Social Share

 મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ઈન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર કરણ જોહર વિશે એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 25 વર્ષ બાદ ભાઈજાન કરણ જોહરની ફિલ્મમાં દેખાઈ શકે છે. જી હા, આ વાતની પુષ્ટિ ખુદ સલમાન ખાને કરી છે. આટલા વર્ષો પછી ઈન્ડસ્ટ્રીના આ બે મોટા નામ કયા નવા પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, તો ચાલો તમને જણાવીએ…

ખરેખર, તાજેતરમાં જ સલમાન ખાન રજત શર્માના શો આપકી અદાલતમાં પહોંચ્યો હતો જ્યાં તેણે ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન રજત શર્માએ તેને પૂછયુ કે શું તે પોતાની આગામી ફિલ્મ કરણ જોહર સાથે કરવાના છે? તો તેના જવાબમાં સલમાન કહે છે કે ‘કરણ હંમેશા કહે છે કે તે મારાથી ખૂબ ડરે છે.પહેલી ફિલ્મમાં મેં તેની સાથે કામ કર્યું, પછી ડર કઈ વાતનો.’ સલમાન વધુમાં કહે છે કે એક દિવસ કરણ જોહરે ફોન કર્યો કે એક ફિલ્મ છે. તે પણ મારી સાથે કામ કરવા માંગે છે અને હું પણ તેની સાથે કામ કરવા માંગુ છું.

અહેવાલો અનુસાર, કરણ જોહર સલમાન ખાન સાથે એક જબરદસ્ત એક્શન એન્ટરટેનર ફિલ્મ બનાવવા માંગે છે, જેનું નિર્દેશન વિષ્ણુવર્ધન કરી શકે છે. સલમાનના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ટાઈગર 3 આ વર્ષે દિવાળી પર રિલીઝ થઈ શકે છે.