Site icon Revoi.in

સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ નું સોંગ ‘યેતમ્મા’નું ટિઝર રિલીઝ

Social Share

મુંબઈ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ કિસીકા ભાઈ કિસીકી જાનને લઈને ચર્ચામાં છે દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આ ફિલ્મના સોંગ રિલીઝ કરવામાં આવી રહ્યા છે એજ શ્રેણીમાં હવે આ ફિલ્મનું સોંજ યતમ્માનું ટિઝર પણ રિલીઝ થઈ ચૂક્યું છે.

સલમાને શેર કરેલા વીડિયોમાં સલમાન ખાન સાઉથના સુપરસ્ટાર વેંકટેશ દગ્ગુબાતી સાથે લુંગી પહેરીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે આ ગીતના ટીઝરમાં સલમાન ખાનની દમદાર સ્ટાઈલ જોવા મળી રહી છે. સલમાનનો સાઉથ લૂક દર્શકોને પસંદ આવી રહ્યો છે. આ પહેલા ફિલ્મનું રોમેન્ટિક ગીત ‘નિયો લગડા’ અને પંજાબી નંબર ‘બિલ્લી કેટ’ લોકોએ ખૂબ પ્રમે આપ્યો છે.

આ ગીતના છેલ્લા ટીઝરમાં, એક મિસ્ટ્રી મેન સલમાન અને વેંકટેશ સાથે ડાન્સ ફ્લોર પર જોડાતો બતાવવામાં આવ્યો છે, અને તેનાથી દરેકને આશ્ચર્ય થયું છે કે શું આ મિસ્ટ્રી મેન રામ ચરણ છે. આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ ઈદના અવસર પર રિલીઝ થશે.

https://www.instagram.com/beingsalmankhan/?utm_source=ig_embed&ig_rid=d8bbe5ec-5cdf-4c4f-8988-24ac35b28d3f

આ પહેલા ફિલ્મનું બીજું ગીત ‘બથુકમ્મા’ પણ રિલીઝ થયું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. કિસી કા ભાઈ કિસી કી જાનનું ગીત ‘યતમ્મા’ હિન્દી-તેલુગુ ફ્યુઝન છે. સોમવારે સલમાન અને તેની ટીમે યંતમ્માનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં સલમાન અને વેંકટેશ લુંગીમાં જોવા મળે છે. તેના વિઝ્યુઅલ ભારતના દક્ષિણ ભાગની સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી કરતા રંગોથી ભરેલા જોવા મળ્યા છે.

આ સોંગને પાયલ દેવે એ કમ્પોઝ કર્યું છે. તે વિશાલ દદલાની અને પાયલ દેવ દ્વારા ગાવામાં આવ્યું  છે અને રફ્તાર દ્વારા રેપ કરવામાં આવ્યું છે. ગીતના બોલ શબ્બીર અહેમદના છે અને કોરિયોગ્રાફી જાની માસ્ટરની છે

 

Exit mobile version