Site icon Revoi.in

અંગ્રેજી કરતા સંસ્કૃત ભાષા વધારે સક્ષમઃ પૂર્વ ચીફજસ્ટીસ બોબડે

Social Share

નવી દિલ્હીઃ સંસ્કૃત ભાષા અંગ્રેજી ભાષા કરતા વિશેષ છે, સંસ્કૃતને દેશની સત્તાવાર ભાષા બનાવવી જોઈએ, અંગ્રેજી કરતા વધારે સક્ષમ સંસ્કૃત વિવિધ રાજ્યો અને સંસ્કૃતિઓમાં લિંક લેંગ્વેજ છે. જે અંગ્રેજી કરી શકે છે તેનાથી વધારે સંસ્કૃત કરી શકે છે. એટલે કે દેશની લંબાઈ અને પહોળાઈમાં લિંક લેંગ્વેજ બની શકે છે,” સુપ્રીમકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યું હતું.

બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં અંગ્રેજીને સત્તાવાર ભાષા અને એકમાત્ર સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવામાં ન આવી હોત, તો કદાચ આપણી પાસે આ ખ્યાલ ન હોત કારણ કે સંસ્કૃત અંગ્રેજી જે કરી શકે છે તે બરાબર કરી શકે છે, ભૂતપૂર્વ CJI બોબડેએ કહ્યું હતું. બોબડે સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અખિલ ભારતીય છાત્ર સંમેલનમાં બોલી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના મોટાભાગના રાજ્યોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં વિવિધ સ્થાનિક ભાષાઓ બોલવામાં આવે છે. દેશની રાષ્ટ્રભાષા હિન્દી હોવાનું મોટાભાગના ભારતીય માને છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા જાહેર કરવાની માંગણી સાથે અરજી થઈ હતી.